News of Monday, 14th October 2019
બોરસદના અમીયદમા અગમ્ય કારણોસર પરિણીતાએ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી
બોરસદ: તાલુકાના અમિયાદ ગામે આવેલી નિશાળવાળી કોલોનીમાં રહેતી ચંપાબેન વિજયભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષીય પરિણીતાએ ગઈકાલે સાડા સાતેક વાગ્યાના સુમારે પોતાના ઘરે એસિડ પી લેતાં તેણીને તુરંત જ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. આ અંગે વીરસદ પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
(6:54 pm IST)