ગુજરાત
News of Saturday, 14th September 2019

પતિ-પત્ની સાથે બાળક હોય તો ત્રણ સવારી ગણાય, તેથી બહાર જતી વખતે બાળકને નજીકના ભાજપ કાર્યાલયમાં 'જમા' કરાવવું

ફરજીયાત હેલ્મેટ અંગે સોશ્યલ મીડિયામાં કાતિલ કટાક્ષ અને રમૂજની રમઝટઃ સવારે ચા લઈને જગાડવા આવેલી પત્નીને જોઈને પતિએ ઝબકીને જાગીને પથારીમાં જ હેલ્મેટ પહેરી લીધી ! કાશ્મીરમાં પ્લોટ : લેવાય કે ન લેવાય, અહીંયા હેલ્મેટ લઈ લેજો નહિતર અહીંયાનો પ્લોટ પણ વેચાઈ જશેઃ 'વિકાસ' લૂંટારૂ બન્યાનો ટોણો

રાજકોટ, તા. ૧૪ :. રાજ્ય સરકારે તા. ૧૬ સોમવારથી ટ્રાફીકના નવા નિયમોનો અમલ કરવાની જાહેરાત કરી છે. ખાસ કરીને હેલ્મેટ, પી.યુ.સી. વગેરે બાબતે સરકાર ભાર આપી રહી છે. નવા નીતિનિયમો લોકોના હિત માટે છે, સરકારની આવક વધારવા માટે નહિ તેવી સરકારની વારંવારની સ્પષ્ટતા છતા સોશ્યલ મીડીયામાં હેલ્મેટ સહિતના મુદ્દા ચર્ચાની એરણે છે. કાતિલ કટાક્ષ અને રમુજની રમઝટ સાથેના વોટસએપ ધૂમ મચાવી રહ્યા છે. જેમાંની કેટલીક ઝલક નીચે મુજબ છે.

- પતિ-પત્ની સાથે બાળક હોય તો ૩ સવારી ગણાય જેથી બહાર જતી વખતે બાળખને નજીકના ભાજપ કાર્યાલયમાં જમા કરી આવવું...

- કાશ્મીરમાં પ્લોટ લેવાય કે ન લેવાય પણ અહીંયા હેલ્મેટ લઈ લેજો, નહિંતર અહીંયાનો પ્લોટ'ય વેચાય જશે...

- ટ્રાફીક પોલીસઃ મેમો ફાડવો પડશે, નામ બોલો, તમારૂ નામ બોલો

સ્કૂટર ચાલકઃ યજ્ઞનયલ્કનવલ્ઝદાસ

ટ્રાફીક પોલીસઃ આ વખતે જવા દઉં છું, ફરી કયારે સિગ્નલ ન તોડતા...

- ૧૬ થી ઓછી ઉંમરના બાળકોને વ્હીકલ ચલાવવા આપવું નહીં... નહિંતર જેના નામની ગાડી હશે તેને જેલ થઈ શકે છે...

આ સાંભળ ીને અમુક લોકોએ પોતાની ગાડી પોતાની પત્નીના નામે કરી લીધી અને સંતાનોને કહી દીધુ તમતમારે ચલાવો... મેમાની ચિંતા કરતા નહિ...

- વિકાસ હવે લૂંટારૂ બન્યો છે,

એકના પાંચ ગણા દંડ વસુલ કરી લેવા છતાં નિયમો હળવા કર્યા છે તેવુ કહીને ઉલ્લુ બનાવી રહ્યા છે. વિકાસ હવે લૂંટારૂ બન્યો છે...

- અન્ય એક મેસેજમાં ચિત્ર સાથે એવુ બતાવાયુ છે કે સવારે પત્ની ચાનો કપ લઈને પતિને જગાડવા   આવે છે. પતિ ઉંઘમાંથી ઝબકીને જાગી જાય છે અને પથારીમાં પડેલી હેલ્મેટ તાત્કાલીક પહેરી લે છે.. પત્નીને લાયસન્સ અને આર.સી. બુક બતાવવા લાગે છે.

(3:37 pm IST)