ગુજરાત
News of Friday, 14th September 2018

મહેસાણાની દેદીયાસણ જીઆઈડીસીમાં ટુવ્હીલરના નકલી સ્પેરપાર્ટ બનાવતી ફેક્ટરી ઝડપાઇ :કરોડોનો સમાન સીલ

ફેકટરી બહાર કોઈપણ પ્રકારનું બોર્ડ નહીં ;પ્રવેશ માટે નાકકડા દરવાજાનો ઉપયોગ

 

મહેસાણા પોલીસે દેદીયાસણ જીઆઈડીસીમાં ધમધમતી ફેક્ટરી પર રેડ પાડીને જાણીતા ટુવ્હીલરના ડુપ્લીકેટ સ્પરપાર્ટ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ફેક્ટરી પર બહાર કોઈ પણ પ્રકારનું બોર્ડ લગાવાયું હતું. ફેક્ટરીમાં પ્રવેશ માટે પણ નાનકડા દરવાજાનો ઉપયોગ કરાતો હતો, જેના લીધે ફેક્ટરી અનેક વર્ષોથી બંધ હોય એવું બહારથી લાગતું હતું

  અગાઉ દેશની જાણીતી હીરો કંપનીને આવી બાતમી મળી હતી કે તેના વાહનના ટુપ્લિકેટ સ્પેરપાર્ટ મહેસાણા ખાતે બનાવવામાં આવે છે. આથી કંપનીના આઈટી પ્રોટેક્શન અધિકારી જયદીપ ભટ્ટીએ પોતાની રાહે ગુપ્ત રીતે તપાસ કરી હતી. જેમાં તેમને જાણવા મળ્યું હતું કે, દેદિયાસણ જીઆઈડીસી ખાતે આવેલી કંપનીમાં તેમની કંપનીના ડુપ્લિકેટ સ્પેરપાર્ટ બનાવવામાં આવી રહ્યા છે. પાકી ખાતરી થયા બાદ તેમણે અંગે મહેસાણા પોલીસને જાણ કરી હતી અને તેને સાથે રાખીને રેડ ઉપરોક્ત કંપનીમાં રેડ પાડાવી હતી

(1:05 am IST)