ગુજરાત
News of Friday, 14th September 2018

મેઘરજના ખાખરીયામાં બાઈક પર આવેલ બુકાનીધારીએ કર્મચારીને લૂંટી લેતા પોલીસ ફરિયાદ

મેઘરજ: તાલુકાના ખાખરીયા જીતપુર માર્ગ ઉપર ફાયનાન્સ કંપનીના કર્મચારીને મોટરસાઈકલ ઉપર આવેલા બુકાનીધારીઓએ રૂ. ૭૨ હજાર રોકડા અને આઠ હજારની કિંમતના ઈલેક્ટ્રીક ઉપકરણો મળી કુલ રૂ. ૮૦ હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ બનાવઅંગે ઈસરી પોલીસ સ્ટેશને ફરિયાદનોંધાવવા પામી છે.

કપડવંજ તાલુકાના રહીશ અને મોડાસા ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતાં વિજયભાઈ ડાહ્યાભાઈ ચૌહાણ ગઈકાલે ભિલોડા શામળાજી મેઘરજ તાલુકાના ધોળાપણા ગેડ, છાપરા, મોટા કંથારીયા, ગલીસિંમબલ, વાંટા ટિંબા સહિતના ગામડાઓમાં કંપનીની રીકવરી કરી મોડી સાંજે નવા ગામ રેલ્લાવાડા થઈને મોડાસા તરફ મોટરસાઈકલ દ્વારા જઈ રહ્યા હતા ત્યારે ખાખરીયા જીતપુર ગામની સિમમાં સ્મશાન નજીક બે બુકાનીધારીઓ મોટરસાઈકલ દ્વારા આવી રહ્યા હતા. 

(4:44 pm IST)