ગુજરાત
News of Friday, 14th September 2018

અમદાવાદના નરોડામાં એકજ પરિવારના ત્રણ આત્મહત્યાના કેસમાં નવો વળાંક આવ્યો

અમદાવાદ:નરોડામાં એક જ પરિવારના ત્રણ જણાના સામુહિક આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. જેમાં કૃણાલની પત્ની કવિતાએ લખેલી સુસાઈડ નોટ પોલીસને મળી આવી છે. જેમાં તેણે કૃણાલ એક યુવતીને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરવા માંગતો હતો. પરંતુ લગ્ન થઈ શક્યા ન હતા. જેને કારણે આ યુવતીએ આપઘાત કરી લીધો હતો. તેને કારણે જ મુશ્કેલીઓ વધી ગઈ હોવાનું જણાવ્યું હતું.. બીજીતરફ ત્રણેય જણાનું મોત ગળાફાંસો ખાવાથી થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસ હવે આ દંપતીના મોબાઈલના કોલ ડિટેલને આધારે વધુ તપાસ કરી રહી છે.

 નરોડામાં હરીદર્શન ચાર રસ્તા પાસે અવની સ્કાય એપાર્ટમેન્ટમાં રહેતા કૃણાલભાઈ ત્રિવેદી તેમની પત્ની કવિતા ત્રિવેદી અને પુત્રી શરીનએ આત્મહત્યા કરી લીધી હતી. જ્યારે કૃણાલભાઈની માતા બેભાન હાલતમાં મળી આવ્યા હતા.

(4:42 pm IST)