ગુજરાત
News of Friday, 14th September 2018

30મી ઓક્ટોબરે શહીદ પાટીદારની પ્રતિમાની યાત્રા :બોટાદથી 101 ગાડીઓના કાફલા સાથે નીકળી નર્મદા પહોંચશે 101 પાટીદારો- ખેડૂત યુવાનો કરાવશે મૂંડન

અમદાવાદ :પાસના સંગઠન પ્રભારી કહેવાતા દિલિપ સાબવાએ જાહેરાત કરી છે કે તારીખ .30.10.2018ના રોજ શહિદ પાટીદારોની પ્રતિમાની યાત્રા બોટાદથી 101 ગાડીના કાફલા સાથે નિકળી નર્મદા પહોચશે. જ્યાં તારીખ 30.10.2018ના રોજ ત્રિવિધ ભવનના સ્થળ ઉપર 101 પાટીદાર યુવાનો અને ખેડૂતો મુંડન કરાવશે. ત્યાં આહુતિ યજ્ઞ થશે ત્રિવિધ ભવનના લોકાર્પણમાં રાષ્ટ્રીય સ્તરના રાજકીય અને સામાજિક આગેવાનો પધારશે.

  તારીખ 31.10.2018ના રોજ જ્યાં સ્ટેસ્ચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ છે. તેની નજીક તેજ સમયે પાટીદાર ત્રિવિધ ભવનનું લોકાર્પણ થશે અને આ સિવાય અનામત માટે સુપ્રીમમાં લીગલ લડત ચલાવવામાં આવશે. ત્રિવિધ ભવન અને ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન ચલાવવા સામાજિક આગેવાનો અને ગુજરાતના પાટીદારોનું યોગદાન લેવાશે.

 

(1:21 pm IST)