ગુજરાત
News of Friday, 14th September 2018

ઉલ્ટી ગંગાઃ વડોદરાના રિયલ એસ્ટેટ બ્રોકર વિશાલ કારીયા પત્ની ગુંજન કારીયા ત્રાસ આપવાના મામલે પોલીસ સ્ટેશન પહોંચ્યો

વડોદરાઃ રિયલ એસ્ટેટ બ્રોકર તરીકે કામ કરતા વિશાલ કટારિયા વડોદરામાં આવેલ શયાજી ટાઉનશિપ નજીક રહે છે. વિશાલને અનેક કારણે પોતાની પત્ની ગુંજન કટારિયા સાથે વાદવિવાદ થઈ જતો હતો. બંનેના મેરેજ વર્ષ 2012માં જ થયા હતા. જોકે ત્યારે વિશાલે ક્યારેય નહોતું વિચાર્યું કે તેમની વચ્ચે થતો વાદવિવાદ ક્યારેય એટલો સીરિયસ થઈ જશે કે તેને પોલીસની મદદ લેવી પડશે.

સપ્ટેમ્બર 10ના રોજ વિશાલ જ્યારે કામ પરથી ઘરે આવ્યો ત્યારે પત્ની ગુંજન તમેની દીકરી નેન્સીને સ્કૂલનું ઘરકામ કરાવતી હતી. આ સમયે તે દીકરીને ખીજાઈ રહી હતી અને અસભ્ય શબ્દો બોલી રહી હતી અને માર મારી રહી હતી. જેથી વિશાલે પત્ની ગંજનને ટોકતા કહ્યું કે બાળક નાનું હોય ત્યારે તેની સામે બોલવામાં આવેલ અસભ્ય ભાષા અને મારનું તેના પર વિપરિત અસર થાય છે. જેના કારણે બંને પતિ-પત્ની વચ્ચે વિવાદ શરુ થઈ ગયો હતો.

વિવાદમોમાં પત્ની ગુંજને ઉશ્કેરાઈ જઈને રસોડામાંથી ચાકુ ઉપાડી ગુંજન તરફ ફેરવ્યું હતું. પોતાના બચાવમાં ગુંજને હાથ આગળ કરતા તેના ડાબા હાથમાં ચાકુ લાગ્યું હતું અને લોહીને ધાર વહી ચાલી હતી. સ્થિતિની ગંભીરતા સમજતા ગુંજને તાત્કાલીક પોલીસ કંટ્રોલ રુમમાં ફરિયાદ કરી મદદ માગી હતી.

જે બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે વિશાલને જમનાબાઈ હોસ્પિટલ ખાતે સારવાર માટે પહોંચાડ્યો હતો. જે બાદ કપલ બાપોદ પોલીસ સ્ટેશન ખાતે તેમની જ બિલ્ડિંગમાં રહેતા કેટલાક વડિલોની સાથે પહોંચ્યું હતું. વડીલોની મધ્યસ્થીથી કપલમાં સમાધાન થયું હતું અને ઘરે પરત ફર્યા હતા. જોકે ફરી મંગળવારે ગુંજને વિશાલ પાસેથી રુપિયાની માગણી કરતા પરિસ્થિતિ વણસી હતી.

પતિએ રુપિયા આપવાની ના પાડતા પત્ની ગુંજન ફરી ગુસ્સે ભરાઈ હતી અને પતિને ધમકાવતા કહ્યું હતું કે જો તે રુપિયા નહીં આપે તો તેના ખાવામાં ઝેર ભેળવી દેશે અને મારી નાખશે. પત્ની દ્વારા આપવામાં આવેલ જાનથી મારી નાખવાની ધમકી સાંભળીને વિશાલ ગભરાઈ ગયો હતો અને તત્કાલ પત્ની વિરુદ્ધ ગુનાહિત માનસિક્તા સાથે ધાકધમકી અને મારામારીનો કેસ નોંધાવવાનું નક્કી કર્યું હતું.

(5:02 pm IST)