ગુજરાત
News of Friday, 14th August 2020

નર્મદા : 14 મા નાણાપંચને લઈ કારેલીના ગ્રામજનોએ ગ્રામ પંચાયત કચેરીએ હોબાળો મચાવ્યો : કામોની તટસ્થ તપાસ માટે માંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકા ના કારેલી ગામના ગ્રામજનોએ ગ્રામ પંચાયતમાં મંજુર કરેલ 14માં નાણા પંચને લઈ ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

 ગામ લોકોનું કહેવું છે કે 14 મા નાણાપંચની અંદર મંજૂર થયેલા ઠરાવો ગ્રામ પંચાયતના સભ્યોની સહી વિના થયેલા છે તેમજ ગ્રામ પંચાયતના સભ્યોની કોઈપણ પ્રકારની સહમતિ લેવામાં આવી નથી તથા મંજુર કરેલા કામો માત્ર કાગળ પર દર્શાવી દેવામાં આવ્યા છે જેનો લાભ આજ દિન સુધી લાભાર્થીઓને મળેલ નથી ગામ લોકોનું કહેવું છે કે રોડ રસ્તા દીવાલો તથા પાણીના બોરના મંજૂર થયેલા કામો નો લાભ લાભાર્થીઓને મળેલ નથી તેમજ ગ્રામ પંચાયત દ્વારા ભૂતકાળમાં જે કામો કરવામાં આવેલા છે તે તમામ કામો તકલાદી કરવામાં આવેલ છે જેમાં કોઈ પણ ગુણવત્તા જળવાઇ નથી ગામ લોકોએ આ બાબતે ઘણી વાર કલેકટર કચેરી તથા તાલુકા પંચાયત કચેરી અને જિલ્લા પંચાયત કચેરીએ આ કામગીરી તપાસ માટે રજૂઆત કરી છે તેમ છતાં પણ આ કામગીરી બાબતે કોઈપણ પ્રકારની તટસ્થ તપાસ સંબંધિત કચેરીના અધિકારીઓ દ્વારા કરવામાં આવી નથી જેને લઇને ગામલોકોમાં રોષની લાગણી વ્યાપી છે.

 કારેલી ગ્રામ પંચાયતમાં થયેલી આ કામગીરી બાબતે જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ આ બાબતની રજૂઆત થવાના એંધાણ પ્રાપ્ત થયા છે ગ્રામ પંચાયતના સભ્યો નું કહેવું છે કે પંચાયતના ઠરાવ પર તથા તેમાં કરવામાં આવેલા કોઈપણ ફેરફાર ઉપર અમારી સહ્યો લેવામાં આવી નથી અને બારોબાર ઠરાવ પસાર કરાવી દેવામાં આવ્યા છે તથા કામોના હિસાબ પણ બતાવવામાં આવતા નથી ગામમાં પીવાના પાણીની તેમજ રસ્તાઓની સમસ્યાઓ છે જે આજદિન સુધી ઉકેલાઈ નથી 

(3:47 pm IST)