ગુજરાત
News of Friday, 14th August 2020

સુરતના ભીમરાડ ગામે પૈસાની લેતીદેતીના મામલે બે સાગા ભાઈઓ બાખડ્યા:સામસામે પથ્થરથી હુમલો કરતા બાઈક સહીત ગાડીને નુકશાન

સુરત: શહેરના ભીમરાડ ગામમાં રહેતા ઝીંગા ફાર્મરને પૈસાની લેતીદેતીના વિવાદમાં સગા ભાઇએ છુટ્ટા પથ્થર મારી બે મોપેડ અને બ્રેઝા કારના કાચ તોડી નાંખી રૂ. 50 હજારથી વધુનું નુકશાન કરતા મામલો ખટોદરા પોલીસ મથકમાં પહોંચ્યો છે. ભીમરાડ ગામના નવા મહોલ્લામાં રહેતા ઝીંગા ફાર્મર શશીકાંત ઉર્ફે શશી કાંતીભાઇ પટેલે (ઉ.વ. 36) બિમાર હતા ત્યારે હોસ્પિટલના ખર્ચ માટે ઘર નજીક રહેતા મોટા ભાઇ હેમંત ઉર્ફે ભીખો માલીયો કાંતી પટેલ પાસેથી રૂ. 50 હજાર ઉછીના લીધા હતા. પૈસાની ઉઘરાણી માટે હેમંત રાત્રે 1 વાગ્યાના અરસામાં શશીકાંતના ઘરે ગયો હતો અને મેં તને દવાખાનામાં દાખલ કર્યો હતો ત્યારે રૂ. 50 હજાર આપ્યા તે પરત આપ એમ કહ્યું હતું. શશીકાંતે હાલમાં પૈસા નથી સગવડ થશે એટલે આપી દઇશ એમ કહેતા વેંત હેમંત ઉશકેરાય ગયો હતો અને છુટ્ટા પથ્થર મારી શશીકાંતના ઘરના આંગણામાં પાર્ક બ્રેઝા કાર નં. જીજે-5 જેએસ-1958ના કાચ તોડી નાંખ્યા હતા અને બે મોપેડને પણ નુકશાન પહોંચાડયું હતું. જેથી શશીકાંતે તુરંત પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરતા ખટોદરા પોલીસ દોડી ગઇ હતી અને હેમંત વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:19 pm IST)