વડોદરામાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતીનો પીછો કરી એક તરફી પ્રેમમાં પાગલ ઘર સુધી પહોંચી ગયો:શારીરિક છેડછાડ કરતા પોલીસ ફરિયાદ
વડોદરા: કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસકરતી ૧૭ વર્ષની કિશોરીની પાછળ છેલ્લા ઘણા સમયથી યશ જયેશભાઈ નાઈ (રહે. વૃંદાવન કોમ્પલેકસ મહેતા પોળ) પડયો હતો. યશ અવારનવાર કિશોરીનો પીછો કરી તેને ઈમોશનલી બ્લેકમેલ કરતો હતો. કે ' તું મારી સાથે પ્રેમસંબંધ નહી રાખે તો હું સ્યૂસાઈડ કરી દઈશ. કિશોરી જ્યારે પણ ઘરની બહાર નિકળે ત્યારે યશ સતત તેનો પીછો કરતો હતો. પરંતુ કિશોરી યશને જરા પણ નમતું જોખતી ન હોતી. તેમ છતાંયે યશ જ્યારે પણ તક મળે કે તુરત કિશોરીનો પીછો કરી પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કર્યા કરતો હતો.
ગઈકાલે સાંજે તો એક તરફી પ્રેમમાં ભાન ભૂલેલા યશે તમામ હદ વળોટી નાંખી હતી, પ્રેમમાં પાગલ યશ એ કિશોરીના ઘરના રસોડાની બારી ખોલીને અંદર ઘૂસી ગોય હતો. ઘરમાં ઘૂસીને યશે કિશોરીનો હાથ પકડી લઈ તેની શારીરિક છેડછાડ શરૂ કરી હતી. પરંતુ કિશોરીએ તેના જોરદાર પ્રતિકાર કરતા ઉશ્કેરાયેલો યશ કિશોરીને ત્રણ ચાર તમાચા મારીને ભાગી ગયો હતો.બનાવ અંગે કિશોરીએ સિટિ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોકસો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી યશ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.