ગુજરાત
News of Wednesday, 14th August 2019

વડોદરા ભાજપના મહામંત્રીના ઘરે ઘેરાવ ; સહાય –સામગ્રીની કીટ બીજે વહેંચી નાખ્યાનો કર્યો આક્ષેપ

રજૂઆતનો વીડિયો વાઇરલ થતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો

વડોદરામાં પુર સહાયની ચુકવણી મામલે હોબાળો થયો હતો. ભાજપની બનાવાયેલી સામગ્રીની કીટો કોર્પોરેટર દ્વારા બીજે વહેંચી નાખતા હોબાળો થયો હતો.

 

  અંગે મળતી વિગત મુજબ સલાટવાડાના રહીશો દ્વારા શહેર ભાજપ મહામંત્રી સદાનંદ દેસાઈના ઘરે રીતસરનો ઘેરાવ કર્યો હતો. વડોદરામાં પૂર પછી ગરીબો તથા મધ્યમ વર્ગને મળતી સહાયમાં ઠેર ઠેર વિરોધો જોવા મળે છે.વરસાદ ગયો, પુરનું પાણી પણ ઓસરી ગયુ, પરંતુ લોકોની મુસીબતો ઓસરવાનું નામ લેતી નથી. મહિલા મહામંત્રીના નિવાસસ્થાને રજૂઆતનો વીડિયો વાઇરલ થતાં રાજકીય ક્ષેત્રે ખળભળાટ મચ્યો છે

(11:15 pm IST)