ગુજરાત
News of Wednesday, 14th August 2019

મહુધાના હેરંજમાં ભાભીને ગિફ્ટ આપવાની બાબતે દિયરે ત્રણ શખ્સોની સાથે મળી યુવાનને માર મારતા પોલીસ માટે તપાસનો મુદ્દો બન્યો

મહુધા: તાલુકાના હેરંજમાં ભાભીને મોબાઈલ ભેટમાં આપવાના મુદ્દે દિયરે મારી ભાભીને તે મોબાઈલ કયા હકથી આપ્યો કહી ત્રણ વ્યક્તિઓની મદદથી યુવાનને માર માર્યો હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે. આ મોબાઈલ વાસ્તવમાં કોણે મહિલાને ગીફ્ટ આપ્યો એ પોલીસ માટે તપાસનો મુદ્દો બની ગયો છે. આ આખા પ્રકરણમાં પ્રેમ પ્રકરણની શક્યતાઓ સેવાઈ રહી છે. 

મળતી માહિતી મુજબ મહુધા તાલુકાના હેરંજમાં રહેતાં બિલ્લાના નામના ઈસમની પત્નિ પાસે મોબાઈલ જોઈ તેના ભાઈ એટલે કે મહિલાના દિયર અજયસિંહ કેસરીસિંહ રાઠોડે આ મોબાઈલ તો ગામમાં રહેતાં ચિરાગભાઈ મોહનભાઈ ચૌહાણ પાસે જોયો હતો. માનો ના માનો ચિરાગે જ આ મોબાઈલ ભાભીને આપ્યો છે. જેથી તે તેનો ભાઈ બિલ્લો અને અનીલસિંહ પ્રવિણસિંહ રાઠોડ તથા જાલમસિંહ કેસરીસિંહ રાઠોડ વગેરે ગઈકાલે રાત્રે ચિરાગને મળ્યાં હતાં. અને અજયસિંહે ચિરાગને ધમકાવીને પૂછ્યું હતુ કે તે મારી ભાભીને મોબાઈલ કેમ આપ્યો છે. તુતુ મેમે થતાં આ ચારેય ભેગા થઈ ચિરાગને માર માર્યો હતો. 

(5:57 pm IST)