ગુજરાત
News of Wednesday, 14th August 2019

ખેડા જિલ્લામાં ધમધમતા જુદા જુદા 9 જુગારધામ પર પોલીસે દરોડા પાડી 40 શખ્સોને ઝડપ્યા

ખેડા:જિલ્લામાં ધમધમતાં જુગારધામ પર જિલ્લાની સ્થાનિક પોલીસે લાલ આંખ કરીને દરોડા અભિયાન હાથ ધરતાં કુલ ૯ સ્થળોએથી ૧ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે કુલ ૪૦ જેટલા શખ્સોને ઝડપી પાડીને જુગાર ધારાની જુદી- જુદી કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કપડવંજ તાલુકાના કરકરીયા ગામમાં આવેલ ભાથીજી મંદિરની બાજુમાં રહેતાં દિનેશભાઈ ધનજીભાઈ હરીજન ના ઘર આગળની ખુલ્લી જગ્યામાં આતરસુંબા પોલીસની ટીમે ે દરોડો પાડ્યો હતો. જેને લઈને જુગારીઓમાં નાસભાગ મચી હતી. જો કે પોલીસે પત્તાપાનાનો જુગાર રમતાં મનુભાઈ માવજીભાઈ વણકર, વિનુભાઈ જેસંગભાઈ સોલંકી, વિજયભાઈ ડાહ્યાભાઈ પટેલ, રમેશભાઈ ભુલાભાઈ સોલંકી, ગણપતભાઈ મોહનભાઈ સોલંકી અને દિનેશભાઈ ધનજીભાઈ હરિજનને ઝડપી પાડ્યા હતા. તેઓની પાસેથી રોકડા ૩૮૬૦ મળી આવતાં જપ્ત કર્યા હતા. 

(5:56 pm IST)