ગુજરાત
News of Wednesday, 14th August 2019

પાટણના ચાચરિયામાં અજાણ્યા નંબર પરથી યુવતી સાથે પરિચય કેળવી અશ્લીલ વિડીયો ઉતારી 50 લાખની ખંડણીની માંગણી કરનાર વિરુધ્દ પોલીસ ફરિયાદ

પાટણ:શહેરના ચાચરિયા વિસ્તારની એક પોળમાં રહેતા અનેખેતીનો વ્યવસાય કરતા એક ખેડૂતને અજાણ્યા નંબરથી ફોન એક યુવતિ કરી પરિચય કેળવીને હનીટ્રેપમાં ફસાવ્યા હતા. ત્યારબાદ આ ખેડૂત  પાસેથી રૃપિયા ૫૦ લાખમાંથી આંગડીયા દ્વારા ૨૫ લાખ સહિત રોકડ રકમ અનેઘરેણાંપડાવી લીધાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે.

આ અંગે પાટણ સીટી એડિવિઝનમાં દાખલ થયેલ ફરિયાદ મુજબ શહેરના લીમડીચોકમાં રહેતા ડાહ્યાભાઈ ઉમેદભાઈ પટેલ ઉ.વ.૫૯ ધંધો ખેતીવાળા પર ૨૮-૭-૧૯ના રોજ એક અજાણી યુવતિનો ફોન આવ્યો હતો અને સામાન્ય વાતચીત થયેલ ત્યારે એ યુવતિએ પોતાનું નામ માહી કહેલ અનેત્યારબાદ આ યુવતિએ ફોન કરીપરિચય કેળવ્યો હતો. દરમિયાન ૩-૮-૧૯ના રોજ આ યુવતિએ ડાહ્યાભાઈને હારીજ કોર્ટ પાસે બોલાવેલ અને ત્યાથી આ યુવતિ અને બીજા પાંચ અજાણ્યા ઈસમોએ ગાડીમાં બેસાડી કેનાલ પરલઈ ગયેલ અનેતેમને છરી બતાવી પહેરેલ દાગીના તેમજ રોકડ રકમ ૮૮૦ પડાવી લીધી હતી.

(5:55 pm IST)