ગુજરાત
News of Wednesday, 14th August 2019

સુરતમાં પુરપાટ ઝડપે જતા એક્ટિવા ચાલકને ઠપકો આપતા શ્રમજીવી યુવાન પર જીવલેણ હુમલો થતા અરેરાટી

સુરત:સોસાયટીમાંથી એકટીવા ઉપર સ્પીડમાં જતાં યુવાનને બૂમ પાડી ઠપકો આપતા તેનો અકસ્માત થયા બાદ તેની જ ભૂલ કાઢનાર શ્રમજીવી યુવાન ઉપર ગત બપોરે લિંબાયત સંજય નગર સર્કલ પાસે ત્રણ શખ્સે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રનો વતની અને સુરતમાં લિંબાયત સંજય નગર પાસે રત્નપ્રભા સોસાયટીમાં રહેતો 24 વર્ષીય નિતીન કથ્થુભાઈ પવાર કાપડ માર્કેટમાં સાડી કટીંગની મજૂરીનું કામ કરે છે. રવિવારે તે મકાનના ઓટલે બેઠો હતો ત્યારે સંજય નગર ગલી નં.2 માં રહેતો જગદીશ ઉર્ફે સેન્ડીયો જ્ઞાાનેશ્વર દેવરે એકટીવા ઉપર સોસાયટીમાંથી સ્પીડમાં જતા જોરથી બુમ મારી મોપેડ ધીમે ચલાવવા કહયું હતું.

(5:53 pm IST)