ગુજરાત
News of Wednesday, 14th August 2019

દહેગામના રખિયાલમાં અગાઉ બળાત્કારના ગુનાહના આરોપીને અદાલતે સાત વર્ષની સજાની સુનવણી કરી

ગાંધીનગર:જિલ્લાના દહેગામ તાલુકાના રખીયાલમાં એક વર્ષ અગાઉ બનેલી બળાત્કારની ઘટનાનો કેસ ગાંધીનગર પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ જજની કોર્ટમાં કમીટ થયો હતો અને જેમાં સરકારી વકીલે સાહેદો, તપાસ અધિકારી અને મેડીકલ ઓફીસરની જુબાની બાદ આરોપીને સખતમાં સખત સજા કરવાની માંગ કરતાં કોર્ટે આરોપીને બળાત્કારના ગુનામાં સાત વર્ષની સખત કેદની સજાનો હુકમ કર્યો હતો.  

આ અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના રખીયાલ ગામેથી રખીયાલ બજારમાં રહેતાં બાલકૃષ્ણ ઉર્ફે લાલભાઈ અમરતભાઈ પંચાલે યુવતિને લગ્નની લાલચ આપી ગામના મકાનમાં લઈ ગયો હતો. જ્યાં મકાન ભાડે રાખીને તેણીની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ આ આરોપી ભોગ બનનાર યુવતિને ગાંધીનગરના તારાપુર ગામે પણ લઈ ગયો હતો. વારંવાર લગ્નની લાલચ આપીને લગ્ન નહીં કરી ફકત આરોપી શરીર સુખ માણતો હોવાથી આ યુવતિ તેના માતાપિતા પાસે પરત ફરી હતી અને આ સંદર્ભે રખીયાલ પોલીસ મથકમાં બળાત્કારની ફરીયાદ નોંધાવી હતી.

(5:39 pm IST)