ગુજરાત
News of Wednesday, 14th August 2019

અમદાવાદ:દિલ્હીની મહિલા સાથેના પ્રેમ પ્રકરણમાં ગૌરવ દહિયા હાજર ન થાય તો પોલીસ ફરિયાદ નોંધીને થશે કાર્યવાહી શરૂ

અમદાવાદ:દિલ્હીની મહિલા સાથેના ચકચારભર્યા કથિત પ્રેમ પ્રકરણ કેસમાં પોલીસે આઈએએસ ગૌરવ દહિયાને ચોથી વાર નોટીસ મોકલીને તેમનું નિવેદન નોંધાવવા જણાવ્યું હતું. અગાઉ પોલીસ દહિયાને ત્રણ નોટીસ મોકલી ચુકી છે પણ તેઓ પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. હવે જો દહિયા પોલીસ સમક્ષ હાજર નહી થાય તો મહિલાની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરાશે.

આ પ્રકરણમાં પોલીસ આઈએએસ ગૌરવ દહિયાને તેમનુ નિવેદન નોંધાવવા માટે અગાઉ ત્રણ વખત નોટીસ મોકલી ચુકી છે. પરંતુ દહિયા પોલીસ સમક્ષ હાજર થયા ન હતા. જેને પગલે ગાંદીનગર સેક્ટર-૭ પોલીસે દહિયાને ચોથી નોટીસ મોકલી છે. જો આ વખતે દહિયા પોલીસ સમક્ષ હાજર નહી થાય તો પોલીસ તેમની સામે ગુનો નોંધશે. આ અંગે પોલીસ એસ.પી.ને રિપોર્ટ કરશે.

(6:02 pm IST)