ગુજરાત
News of Wednesday, 14th August 2019

ઇલેકટ્રીફીકીશન અને એન્જીનીયરીંગ કામગીરીના પગલે અમુક ટ્રેનો ડાયવર્ટ થશેઃ અમુક ટ્રેનોનો માર્ગ બદલાશે

રાજકોટ-હાપા સેકશનમાં ઇલેકટ્રીફીકશન અને જામનગર-કાનાલુસ વચ્ચે ઇન્જીનિયરીંગ કામગીરી અર્થે ૩૧મી ઓગષ્ટ સુધી ટ્રેનો આ મુજબ દોડશે : પ૯૫૦૩ વિરમગામ-ઓખા લોકલ ૧૬ ઓગષ્ટ થી ૩૧ ઓગષ્ટ સુધી હાપા-ઓખા વચ્ચે રદ કરી દેવામાં આવી છે. : ૫૯૫૦૪ ઓખા- વિરમગામ લોકલ તા.૧૭ ઓગષ્ટથી ૧ સપ્ટેમ્બર સુધી હાપાથી શરૂ થશે. જેથી ઓખા-હાપા વચ્ચેની ટ્રેન રદ થશે.

રાજકોટ-પોરબંદર લોકલ હવે ૧૬ ઓગષ્ટથી ૩૧ ઓગષ્ટ સુધી હાપા જામનગરની જગ્યાએ વાંસજાળીયા, જેતલસરથી ડાયવર્ટ થશે. આ ટ્રેન ભકિતનગર, ગોંડલ, વિરપુર, નવાગઢ, જેતલસર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર, પાનેલી મોટી, જામજોધપુર સ્ટેશનો ઉપરથી થઇ પોરબંદર પહોંચશે. ૫૯૨૧૨ પોરબંદર-રાજકોટ લોકલ નિયમીત જામનગર-હાપા થઇ ચાલશે. માત્ર રાજકોટ-પોરબંદરનો માર્ગ બદલાયો છે. પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા એકસપ્રેસ અને  પોરબંદર-મુઝફફરપુર મોતીહારી, એકસપેસ ૩૧ ઓગષ્ટ સુધી પોરબંદર-રાજકોટ વચ્ચેનો માર્ગ ડાયવર્ટ થશે. જે પોરબંદરથી તા.૧૭ ઓગષ્ટ, તા.૨૦ ઓગષ્ટ, તા.૨૪ ઓગષ્ટ, ૨૭ ઓગષ્ટ અને ૩૧ ઓગષ્ટના રોજ ચાલતી ૧૯૨૬૩ પોરબંદર-દિલ્હી સરાઇ રોહિલ્લા એકસપ્રેસ અને તા.૧૬ ઓગષ્ટ, ૨૨ ઓગષ્ટ, ૨૩,૨૯ અને ૩૦ ઓગષ્ટના ચાલનારી ૧૯૨૬૯ પોરબંદર-મુઝફફરપુર મોતીહારી, રાજકોટથી પરિવર્તીત માર્ગ ઉપર દોડશે. આ બંને ટ્રેનો પોરબંદર-રાજકોટ વચ્ચે ડાઇવર્ટ થઇ દોડશે.

(4:25 pm IST)