ગુજરાત
News of Wednesday, 14th August 2019

પાટણમાં આંગડીયા પેઢીનાં કર્મચારીની આંખમાં મરચાની ભૂકી છાંટીને રૂ. ૬.૬૪ લાખની લૂંટ

પાટણ, તા. ૧૪ :  સુરેશ્વર એસ રેટમાં વસંત લાલ અંબાલાલની આંગડીયા પેઢીના બે કર્મચારીઓ પટેલ ગણપતલાલ ગંગારામ, ઉઝા અને રાકેશગોડાભાઇ પટેલ રૂ.ર.પર લાખ તેમજ ૪.૧ર લાખના હિરા બેગમાં મુકી ભરચક વિસ્તાર રેલ્વે ગરનાળા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બે અજાણ્યા શખ્સો બાઇક ઉપર હેલમેટધારી બે શખ્સોએ એકટીવા ચાલક રાકેશ પટેલની આંખમાં મરચાની ભુખી નાખી અને રીવોલ્વરની અણીએ રૂપિયા અને હિરા ભરેલ બેગની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

ફરીયાદીએ આ અંગે પાટણ ડીવીઝનમાં ફરીયાદ નોંધવતા બી-ડીવીઝન પોલીસે તેમજ અન્ય પોલીસ કર્મીઓ ડીવાયએસપી જે.ટી. સોનારા સહિત અન્ય પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. પાટણ શહેરના મધ્ય બજારમાં આવેલ આંગળીયા પેઢીથી પોલીસે તપાસનો દોર હાથ ધર્યો હતો. શહેરમાં પોલીસ તપાસ કરતા લોકોના ટોળા ટોળા આંગળીયા પેઢી ઉપર એકઠાં થઇ ગયા હતા.

છેલ્લા કેટલાક સમયથી ગુન્હાહીત પ્રવૃતિનો આંક ઉંચો જઇ રહ્યો છે. આંગડીયા પેઢીની લૂંટ હનીટ્રેપ તેમજ તરૂ જુગારની બદીએ બેફામ પણે શહેરમાં તેમજ જીલ્લામાં ધમધમાટ ચાલી રહી છે. બીજી તરફ મોટાભાગે સવાર સાંજ મોટાભાગે ટુવીલરો અને ગાડીઓ પકડવામાં જ વ્યસ્ત હોય છે છતા આવા ગુનાઓ દીપ-પ્રતિદીન વધી રહ્યા છે. સી.સી.ટીવી ફૂટેજના સહારે આંગડીયા પેઢી લૂટ તપાસ હાથ ધરી છે.

(3:38 pm IST)