ગુજરાત
News of Wednesday, 14th August 2019

હદ હો ગઇ : પાસપોર્ટની બોગસ વેબસાઇટ!

વિદેશ મંત્રાલયે આવી વેબસાઇટથી દુર રહેવા જણાવ્યું અમદાવાદ પાસપોર્ટ ઓફિસની ઓફિસીયલ વેબસાઇટ હોવા છતાં બોગસ વેબસાઇટો બનાવી લોકોને ખંખેરવાનું શરૂ કરાયું

રાજકોટઃ પાસપોર્ટ ધારકો માટે અમદાવાદ પાસપોટ ઓફિસ ની ઓફિશિયલ વેબસાઇટ હોવા છતાં કેટલાક લોકો બોગસ વેબસાઈટ બનાવીને રૂપિયા ખંખેરવાનું શરૂ કરી દીધું છે. માત્ર અમદાવાદમાં જ નહિ દેશના અન્ય શહેરોમાં આવી પ્રવૃત્ત્િ। ચાલતી હોવાથી વિદેશ મંત્રાલય તમામ પાસપોર્ટ કચેરીઓને સૂચના આપીને લોકોને ગેરમાર્ગે નહિ દોરાવવા સૂચના આપી છે. નવા પાસપોર્ટ માટે ૧,૫૦૦ રૂપિયાની ફી ઓનલાઇન ભરવાની હોય છે જેના બદલે બોગસ વેબસાઇટ ના માધ્યમથી જો ફોર્મ ભરવામાં આવે તો તેના ૨ હજાર લોકો ભરીને છેતરાય જાય છે.

  અમદાવાદ પાસપોર્ટ ઓફિસના રીજનલ પાસપોર્ટ ઓફિસરે સોનિયા યાદવે જણાવ્યું કે, અમે પીએસકે સેન્ટરમાં આવતા લોકોને માહિતગાર કરી છીએ કે બોગસ વેબસાઇટોના કારણે વ્યકિતના પર્સનલ ડેટા બીજા પાસે જતા રહે છે. તેવુ પણ પ્રસિધ્ધ થયું છે.

(3:31 pm IST)