ગુજરાત
News of Wednesday, 14th August 2019

ડો.વિક્રાંત પાંડેનો સપાટો : સાગમટે ૭ને પાસામાં ધકેલ્યા

અમદાવાદ : જિલ્લા કલેકટર ડો. વિક્રાંત પાંડે દ્વારા આજે અમદાવાદ જિલ્લામાં દારૂના ધંધા સાથે સંકળાયેલા ૭ બુટલેગરોને પાસા હેઠળ કાર્યવાહી કરી જેલમાં મોકલી આપ્યા હતા. અમદાવાદ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા માટે દારૂના ધંધા સાથે સંકળાયેલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં અન્ય આરોપીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. કલેકટર દ્વારા બુટલેગર જગદીશ બિશ્નોઈ, જીયારામ સરણા, નથ્થુરામ કુમ્હાર, સોનુસીંગ રાજપૂત, ગોવિંદસીંગ રાવ, હરપ્રીતસિંહ જાટ અને ગુરૂપ્રીતસિંહ શેખને પાસા હેઠળ જેલમાં મોકલી આપ્યા છે.

(1:33 pm IST)