ગુજરાત
News of Wednesday, 14th August 2019

વડગામના ધોતામાં ભરબપોરે મકાનમાં જુગાર રમતા છ શકુનિઓ ઝડપાયા

બાતમીના આધારે વડગામ પોલીસે 13 હજારના મુદામાલ સાથે છ નબીરાને ઝડપી લીધા

વડગામ:તાલુકાના ધોતા ગામમાં ભબપોરે જુગાર રમતાં 6 શકુનીયોને વડગામ પોલીસે ઝડપી લઇને જુગાર ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 મળતી માહિતી મુજબ ધોતા ગામમાં બપોરના સમયે એક મકાનમાં જુગાર રમાતાં હોવાની બાતમીના આધારે વડગામ પોલીસ દ્વારા દરોડો અડીને છ જુગારીઓને ઝડપી લેવાયા હતા .

 પોલીસે રોકડ રકમ 1,023 તેમજ 6 નંગ મોબાઇલ કબજે કર્યા હતા. જેની કિંમત અંદાજે 2,800 મળીને કુલ રકમ 13,030 સાથે 6 નબીરાઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(1:09 pm IST)