ગુજરાત
News of Wednesday, 14th August 2019

સુરતમાં રક્ષાબંધન પર્વે મહિલાઓ અને બાળકોને બસમાં મફત મુસાફરી કરાવશે

સુરત મહાપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો

સુરત : રક્ષાબંધનના પર્વને લઈને સુરત મહાપાલિકાએ મહત્વનો નિર્ણય કર્યો છે. શહેરમાં મહિલા અને બાળકોને આવતીકાલે બસમાં વિનામુલ્યે સવારી કરાવવાનો નિર્ણય કર્યો છે.

મહિલાઓ અને તેમના 15 વર્ષ સુધીના બાળકોને આવતીકાલે વિના મુલ્યે મુસાફરી કરવવામાં આવસે. શહેરમાં બીઆરટીએસમાં એક લાખ પાંચ હજાર લોકો અને સીટી બસના 42 રૂટ પર પ્રતિદિન બે લાખ 30 હજાર મુસાફરો મુસાફરી કરે છે.

(11:24 am IST)