ગુજરાત
News of Wednesday, 14th August 2019

પાટણમાં ધોળાદિવસે આંગડિયા પેઢીનો કર્મચારી લુંટાયો આંખમાં મરચાની ભૂકી નાખીંઅને પિસ્તોલ બતાવી લૂંટ

કર્મચારી પાસેથી 2,52 લાખ રોકડ,4,12 લાખના હીરાની લૂંટ ;ઘટના સીસીટીવીમાં કેદ

પાટણમાં ધોળા દિવસે લૂંટની ઘટના બનતા સનસનાટી મચી જવા પામી છે આગડિયા પેઢીનો કર્મચારી ધોળા દિવસે લૂંટાયો છે. બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ આગડિયા પેઢીના કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખી, પિસ્તોલ બતાવી ધમકાવી લૂંટ ચલાવી હતી.
 કર્મચારી પાસે રહેલી 2.52 લાખની રોકડ તેમજ 4.12 લાખના હીરા મળી કુલ 6.64 લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જો કે નજીકના સીસીટીવીમાં આ લૂંટારાઓની હિલચાલ કેદ થઈ જતા પોલીસ હવે સીસીટીવી ફૂટેજને આધારે લૂંટારાને શોધી રહી છે.

(10:04 pm IST)