રાત્રે અંકલેશ્વરમાં બંદૂકની અણીએ લૂંટ :કારમાં આવેલા શખ્સોને ડરાવી ધોકાથી હુમલો કરીં લૂંટ કરીને ફરાર
શોપિંગ સેન્ટરમાં નોકરી કરીને ઘરે પરત ફરતો યુવાન લુંટાયો :બે શખ્શોએ આંતરીને લૂંટી લીધો
આજે રાત્રે અંકલેશ્વરના જીઆઇડીસી બસ સ્ટેન્ડ નજીક આવેલા એક શોપિંગ સેન્ટરમાં નોકરી કરતા યુવાન રાત્રે દુકાન બંધ કરીને ઘરે જઈ રહયો હતો ત્યારે કારમાં આવેલા બે શખ્સોએ યુવાનને બંદૂકની અણીએ ડરાવીને લાકડાના ધોકા વડે હુમલો કરી રુપિયા 8000 ની મત્તા લઈને ફરાર થઈ ગયા હતા. ઘટના અંગે શહેર પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે સ્થળ ઉપર દોડી આવી તપાસ હાથ ધરી હતી.
આ અનેગની વિગત મુજબ અંકલેશ્વરના પશ્ચિમ વિસ્તારમાં રહેતો આશીષ મોદી જીઆઇડીસી વિસ્તારમાં બસ સ્ટેન્ડ નજીક આવેલા કોમ્પલેક્ષ ખાતે આવેલી ગાંધી ભોગીલાલ રણછોડલાલને ત્યાં નોકરી કરે છે. જે આજે રાત્રે દુકાન બંધ કરીને રાબેતા મુજબ ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન એક બ્રેઝા કાર લઈને આવેલાં બે અજાણ્યા શખ્સોએ તેનો પીછો કર્યો હતો. સોસાયટીના નાકે પહોંચતા બન્ને શખ્સોએ તેને આંતરીને માથે બંદૂક તાકી દીધી હતી. અન્ય યુવકે લાકડાનો સપાટો મારી દેતાં આશીષ મોદી નીચે પટકાતા તેની પાસે થી રુપિયા 8000 લઈ ને ભાગી છૂટયા હતા.
ઘટના અંગે જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠાં થયાં હતાં. બનાવ અંગે શહેર પોલીસ મથકે જાણ કરતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી.