ગુજરાત
News of Monday, 14th June 2021

નર્મદા જિલ્લામાં રૂ.૨૯૭૪.૯૦ લાખના ખર્ચે ૯૧ ગામોના આવરી લેતી ગ્રામીણ પેયજળ યોજના મંજૂર


ફોટો
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જલજીવન મિશન અંતર્ગત જિલ્લાના કોઇપણ ગામનું ઘર પીવાનાં પાણી માટેના નળ જોડાણ વિનાનું ન રહે તે માટે વાસ્મો દ્વારા સુચારૂં આયોજન ઘડી કઢાયું છે. જે અન્વયે નર્મદાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની યોજાયેલી બેઠકમાં નર્મદા જિલ્લાના ૯૧ ગામોના કુલ ૧૦,૫૪૮ ઘરોને આવરી લેતી રૂ.૨૯૭૪.૯૦ લાખના ખર્ચની પીવાના પાણીની ગ્રામીણ પેયજળ યોજનાને મંજૂરી આપવામાં આવી છે,
જિલ્લામાં મંજુર થયેલી આ પીવાના પાણીની યોજના ઓમાં સાગબારા,ગરૂડેશ્વર, ડેડીયાપાડા તથા નાંદોદ તાલુકાના કેટલાય ગામોનો મંજુરીમાં સમાવેશ થાય છે.
સમિતિના સભ્ય સચિવ અને વાસ્મોના કાર્યપાલક ઈજનેર વિનોદ પટેલ, જિલ્લા આયોજન અધિકારી ડી.એમ. મકવાણા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી કે.પી.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી,જયેશ પટેલ, નાયબ માહિતી નિયામક,યાકુબ ગાદીવાલા, વાસ્મોના જીલ્લા કો- ઓર્ડીનેટર રાકેશ ચૌધરી, પ્રાયોજના વહીવટદાર, પાણી પુરવઠા, ડીજીવીસીએલ, સિંચાઈ વગેરે વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા

(11:16 pm IST)