ગુજરાત
News of Monday, 14th June 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડને નોકરીમાંથી છુટા કરતા માનસિક ત્રાસના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ

ગાઈડ છ ગામના અસરગ્રસ્ત છે પુનઃ નોકરી માટે છ મહિનાથી વલખા મારે છે :નાયબ કલેક્ટર રીસ રાખતા હોવાની અરજીમાં રજુઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ના અસરગ્રસ્ત લીમડી ગામના યુવાન ઉકડભાઈને ગાઈડ તરીકેની નોકરીમાંથી અગમ્ય કારણોસર છુટા કરાતા તેમણે આ અંગે જવાબદાર એવા નાયબ કલેક્ટરના નામ જોગ માનસિક ત્રાસની લેખિત અરજી નાયબ પોલીસ વડાને કરતા  SOU માં જમીન ગુમાવનારા ને સરકાર અન્યાય કરતી હોવાનો મુદ્દો પુનઃ ગરમાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ SOU વિસ્તારના ગામોમાં પ્રોજેક્ટ માં જમીન ગુમાવનાર પરિવારોના બેરોજગાર યુવાનોને નોકરી આપવાની સરકાર ની યોજના મુજબ લીમડી ગામના ઉકડ ભાઈ તડવી ને વિવિધ તાલીમ તંત્ર તરફથી અપાયા બાદ ઉકડભાઈ છેલ્લા દસ વર્ષ થી વધુ સમયથી ગાઈડ તરીકે સેવા આપે છે પરંતુ કોઈ કારણોસર તેમને છુટા કરવામાં આવ્યા અને તેઓ પુનઃ નોકરી માટે અરજી ઓ આપી ધક્કા ખાય છે છતાં તંત્ર ની જડતા કહો કે કોઈ અધિકારી નો ઈગો હર્ટ થયો હોય પરંતુ એક આદિવાસી યુવાન ની વ્યથા સમજી SOU તંત્ર એ ઉકાળભાઈ ને પુનઃ નોકરીમાં લેવા જોઈયે અથવા પોલીસ માં કરેલી અરજી ની તપાસ કરી સત્ય હકીકત બહાર લાવવી જોઈએ તેવી ચર્ચા હાલ પંથક માં ચાલી રહી છે.

(11:15 pm IST)