ગુજરાત
News of Monday, 14th June 2021

અમદાવાદમાં દારૂ પાર્ટી માટે આવેલ યુવક એરહોસ્ટેસ યુવતિની બાજુમાં આવીને સુઇ ગયો અને અડપલા શરૂ કરતા પોલીસ ફરીયાદ

અમદાવાદ : શહેરનાં જગતપુર વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાડે રહેતી એક એરહોસ્ટેસ યુવતી રૂમ પાર્ટનર તેના મિત્રોને ફ્લેટમાં દારૂની પાર્ટી કરવી મોંઘી પડી હતી. એરહોસ્ટેસ યુવતી તેના મિત્રો સાથે ફ્લેટ ભાડે રાખીને રહેતી હતી. તેની રૂમ પાર્ટનર યુવતીનાં મિત્રો ઘરે દારૂ પાર્ટી કરવા માટે આવ્યા હતા. બાદમાં યુવતી તેના રૂમમાં સુતી હતી ત્યારે એક યુવક તેની બાજુમાં આવીને સુઇ ગયો હતો. તેના અંગોને સ્પર્શ કરીને અભદ્ર માંગણીઓ કરવા લાગ્યો હતો. 

યુવતીએ વિરોધ કરતા તેને ધમકી આપીને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સમગ્ર બાબતે ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને તપાસ આદરી છે. મુળ પંજાબની 25 વર્ષીય યુવતી જગતપુરમાં આવેલા એક ફ્લેટમાં રહે છે. તેની સાથે છેલ્લા 6 મહિનાથી રૂમ પાર્ટનર તરીકે અન્ય ત્રણ યુવતીઓ રહે છે. આ યુવતી અમદાવાદ એરપોર્ટના સ્પાઇસ જેટ એરલાઇન્સમાં નોકરી કરે છે. 

બે ત્રણ મહિના પહેલા તેની રૂમ પાર્ટનર યુવતીનાં મિત્રો જગતપુર ખાતે ઘરે આવ્યા હતા. તેઓ રોકાઇને દારૂ પાર્ટી કરીને ત્રણ ચાર દિવસ રોકાઇને જતા રહ્યા હતા. ત્યાર બાદ ફરી આવ્યા હતા. જો કે તેની રૂમ પાર્ટનર યુવતી દિલ્હી જતી રહી હતી. જો કે તેના મિત્રો રોજેરોજ દારૂ પીને ધમાલ મસ્તી કરતા અને જોરશોરથી મ્યુઝીક વગાડતા હતા. જો કે યુવતીએ આવું નહી કરવા માટે જણાવ્યું હતું. 

ત્યાર બાદ યુવતી ફ્લાઇટ હોવાથી જયપુર ગઇ હતી. જ્યારે તે પરત ફરી ત્યારે પણ આ લોકો હાજર હતા. દારૂ તથા અન્ય નશા કરીને ધમાલ મસ્તી કરી રહ્યા હતા. જેથી યુવતીએ તેના મિત્રોને સમજાવવા જણાવ્યું હતું. પોતાનાં રૂમમાં જતી રહી હતી. જો કે રૂમ પાર્ટનર યુવતીનો મિત્ર મયંક યુવતીનાં બેડરૂમમાં ગયો હતો. તેના બેડ પર બાજુમાં સુઇ ગયો હતો અને તેની સાથે અડપલા કરીને અભદ્ર માંગણીઓ કરવા લાગ્યો હતો.જેથી યુવતી ગભરાઇને બહાર હોલમાં આવી હતી. 

હોલમાં પોતાની મિત્રને જાણ કરતા તેણે ગાળો આપી હતી. જો તું તેઓ કહે તેમ નહી કરે તો તને મારી નાખશે તુ તેમનું કંઇ જ નહી બગાડી શકે તેવું જણાવ્યું હતું. જેથી કંટાળી યુવતીએ આખેર ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પ્રિયંકા, શુભમ શેરાવત, મયંક શેરાવત અને નીતીશ નામના વ્યક્તિ સામે છેડતી, જાનથી મારી નાખવાની ધમકી જેવી ફરિયાદ નોંધાવી હતી. 

(6:16 pm IST)