કડી તાલુકાના બલાસર નજીક મોડી રાત્રે કારમાં આવેલ ત્રણ અજાણ્યા શખ્સો મિત્રને આંતરી મોબાઈલની લૂંટ ચલાવી છૂમંતર.....
કડી:તાલુકામાં આવેલા બલાસર ગામ નજીક નર્મદા કેનાલના ગરનાળા પાસે મોડી રાત્રે કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખસોએ કેમીકલ એન્જીનીયર અને તેના મિત્રને આંતરી તેમની પાસેથી પૈસા અને મોબાઇલની લુંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે પોલીસે ગુનો દાખલ કરીને બન્ને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
કડીની વિરમાયા સોસાયટીમાં રહેતા પાર્થ નારણભાઇ પરીખ ખાનગી કંપનીમાં મિકેનીકલ એન્જીનીયર તરીકે નોકરી કરે છે. તેઓ ગત રાત્રે ૧૨ વાગ્યાના સુમારે નોકરી કરીને ઘરે જવા નિકળ્યા હતા. તે વખતે તેમની મોટરસાયકલ ઉપર તેમનો મિત્ર લવકુશ પણ હતો. તેઓ બલાસર કેનાલે પહોંચ્યા હતા. તે વખતે એક કાર સાઇડ કાપીને આગળ ઉભી થઈ ગઇ હતી. જેથી બાજુમાં થઇને બાઇક કાઢી આગળ જતા હતા ત્યારે રેલવે ગરનાળા વચ્ચે આ કારના ચાલકે એકાએક બાઇકને ટક્કર મારી હતી. જેથી એન્જીનીયર અને તેમનો મિત્ર નીચે પડી જતાં ઇજાઓ થઇ હતી. ત્યારબાદ, ગાડીમાંથી તલવારો લઇને ત્રણ શખસ નીચે ઉતર્યા હતા અને તેમણે પાર્થ પરીખના ગળા પર તલવાર મુકીને પાકીટમાંથી રૃ.૩૫૦૦ની રોકડ અને મોબાઇલની લુંટ કરી લવકુશને લાફા માર્યા હતા. તે પછી લુટારૃ ગાડીમાં બેસી ભાગી ગયા હતા. બન્ને બાઇક સવાર ઇજાગ્રસ્તોને સારવાર માટે કડીની હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે આ અંગે નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.