ગુજરાત
News of Monday, 14th June 2021

હાર્દિકની જેમ સી.આર. પાટીલ સામે પણ કેસ કરોઃ સરકારે ફકત પાટીદારોને જ નિશાન બનાવ્યા

કાગવડ શ્રી ખોડલધામના ટ્રસ્ટી અને રાજકોટ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શિવલાલભાઈ પટેલ (બારસીયા)ની સટાસટીઃ કરણી સેના કે ક્ષત્રિય સમાજે આંદોલન કર્યુ ત્યારે પાટીદાર સમાજની જેમ કેમ પગલા ન લીધા ? : નિલેશ દોંગા જેલમાંથી નીકળે અને ફરી પાછો પકડાઈ જાય...બાકી તો કેટલાય એવા કેસ છે ખોલોને ? પ્રદીપસિંહ જાડેજા આવુ ઘણું જોવે છેઃ દિલીપભાઈ નવા નેતા છે એને અમારી ભાષામાં કહીએ તો સરકારને ઊંટીયા મળી જાય છે એનુ બધુ ચાલ્યુ જાય છેઃ ખોડલધામ ખાતે મીટીંગ બાદ રાજકીય ગરમાવો બરાબરનો જામ્યો : જ્યારે પાટીદાર આંદોલન હતુ ત્યારે પોલીસ અન્ય જ્ઞાતિના હતા, જજ પણ અન્ય જ્ઞાતિના હતા. તમે જોવો તો ન જામીન મળે.. નવા કેસ ખુલે..: આતે કેવો અન્યાયઃ શિવલાલ બારસીયા

રાજકોટ, તા. ૧૪ :. કાગવડ શ્રી ખોડલધામના ટ્રસ્ટી અને રાજકોટ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શિવલાલભાઈ પટેલ (બારસીયા)નો વિડીયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં તેઓએ જણાવ્યુ છે કે, પદ્માવત કે પદ્માવતી ફિલ્મ આવ્યુ ત્યારે કરણી સેના કે ક્ષત્રિય સમાજે આંદોલન કર્યુ અને પાટીદાર આંદોલન હતુ.

આ ત્રણ આંદોલનમાં પાટીદાર આંદોલનમાં સોસાયટીઓમાં જઈને કુકડા બોલાવ્યા, માણસોને મારી નાખ્યા ત્યાં સુધી આ લોકોએ ડિપાર્ટમેન્ટ-ખાતાએ આજની તારીખે હાર્દિક પટેલ ઉપર ૪૦૦ કેસ, અલ્પેશ કથીરીયા જેલમાં, આ બધુ જ્યારે આવી જ તોડફોડ દલિતમાં થઈ હતી.

આવી જ તોડફોડ કરણી સેના વખતે થઈ હતી. સિનેમામાં તોડફોડ બધુ થયુ હતું એની ઉપર એકશન લેવાયા ?

શિવલાલભાઈ પટેલ (બારસીયા)એ વધુમાં જણાવ્યુ છે કે, જ્યારે 'પાટીદાર'નો શબ્દ આવે ત્યારે બધી જ બાબતથી જોવામાં આવે છે અને મને બીજુ કહેતા પણ દુઃખ થાય છે. અત્યારે મારે પોલીટીકલ બહાર ન લાવવું જોઈએ.

પરંતુ કોઈ પાટીદાર ઉપર એકશન કે ડિપાર્ટમેન્ટ લે ને ત્યારે પ્રદિપસિંહ જાડેજા આવુ ઘણુય જોવે છે અને ગૃહમંત્રીને હું સોશ્યલ મિડીયાના માધ્યમથી કહુ છું કે, નિલેશ દોંગા જો જેલમાંથી નિકળે અને વાંથી પકડાઈ જાય. બાકી તો કેટલાક એવા કેસ છે ખોલોને ?

એક પણ કેસ પકડાય નહીં, એક પણ કેસ થાય નહીં, આમા એવુ છે અને અમારા દિલીપભાઈ નવા નેતા છે.

એને અમે અમારી ભાષામાં કહીએ ને 'સરકારને ઉંટીયા મળી જાય છે' એટલે એ બધુ ચાલ્યુ જાય છે. ખરેખર તો આ અને સમાજના જ્યારે ખોડલધામમાં મીટીંગ મળતી હોય અને ચર્ચા થતી હોય અને આવી ચર્ચામાં કયારેક ખોડલધામ કે ઉમિયાધામ કે કોઈ જગ્યાએ પ્રશ્નો ઉઠાવ્યા નથી.

૧૪ છોકરાઓ શહિદ થઈ ગયા છે અને આજ દિન સુધીમાં શું એકશન અને કોની ઉપર પગલા લેવાયા ? સમાજે ધાર્યુ હોતને તો સમાજ આજે તેને ટેકનીકથી સીએમ બદલવાની વાત નથી અને સમાજની વેદના છે કે અમારેય કયાંક મુખ્યમંત્રી તરીકે કોઈ હોય તો અમને સાંભળે. આ લોકો તો સાંભળવાના જ નથી. આ લોકો તો કાંઈ કરવાના જ નથી.

શિવલાલભાઈ પટેલ (બારસીયા)એ વધુમાં કહ્યુ કે, જ્યારે પાટીદાર આંદોલન હતુ ત્યારે પોલીસ અન્ય જ્ઞાતિના હતા જજ પણ અન્ય જ્ઞાતિના હતા. તમે જોવો તો ન જામીન મળે.. નવા કેસ ખુલે.. હાર્દિક ઉપર થાય ને તેવા કેસ સી.આર. પાટીલ સાહેબ ઉપર થાય.

તંત્રને હું ૧૦૦ ટકા કહ્યુ છું દલિત કે અન્ય સમાજમાંથી કોને કેટલી જેલ થઈ ?

પાટીદાર આંદોલન વખતે એક સમાજ સામે બીજો સમાજ આવી ગયો'તોઃ શિવલાલભાઈ બારસીયા

રાજકોટ, તા. ૧૪ :. કાગવડ શ્રી ખોડલધામના ટ્રસ્ટી અને રાજકોટ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શિવલાલભાઈપટેલ (બારસીયા)એ અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સોશ્યલ મીડીયામાં અને ટીવી ન્યુઝમાં આવેલી મારી વિડીયો સાથે હું સહમત છું અને પાટીદાર અનામત આંદોલન સમયે એક સમાજ બીજા સમાજ સામે આવી ગયો હતો તેમ કહીને તેઓએ વધુમાં જણાવ્યુ કે ૩ આંદોલનમાંથી પાટીદાર આંદોલન વખતે જ આંદોલનકારીઓને ખૂબ જ અન્યાય થયો હતો.

(5:10 pm IST)