ગુજરાત
News of Monday, 14th June 2021

રાઘવજીભાઈ પટેલને થયેલ છ મહિનાની જેલ સજા સેશન્સ કોર્ટે રદ્દ ફરમાવી : નિર્દોષ છોડી મૂકયા

ભાજપના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને છ મહિનાની જેલની સજા ફટકારેલ એ જામનગરની સેશન્સ કોર્ટે રદ્દ ફરમાવી છે. મળતી વિગતો મુજબ વર્ષો પહેલા ધ્રોલમાં બે લોકોના અવસાન થયેલ ત્યારે મેડીકલ નેગ્લીજન્સીની સામે આંદોલન થયુ હતુ તે સમયે ટોળાએ મોટી તોડફોડ કરી હતી. આ બાબતે કેસ ચાલી જતા ધ્રોલની નીચલી અદાલતે રાઘવજીભાઈ પટેલ સહિતના આગેવાનોને ૬-૬ મહિનાની જેલ સજા ફટકારી હતી.

આ પછી રાઘવજીભાઈએ તેમના ધારાશાસ્ત્રી શ્રી મનોજભાઈ અનડકટ દ્વારા સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં તેનો આજે ચુકાદો આવ્યો છે અને સેશન્સ કોર્ટે રાઘવજીભાઈને છોડી મૂકવા આદેશ આપ્યો છે.

(4:52 pm IST)