ગુજરાત
News of Monday, 14th June 2021

૯૧ વર્ષના સુશીલાબેને કોરોના અને હાર્ટએકેટ બન્નેને હરાવ્યા

કોવિડનું જોખમ હોવા છતાં હૃદયની નસની એન્જીયોપ્લાસ્ટી કરી સફળતા પૂર્વક સ્ટેન્ટ મુકયુ

(કેતન ખત્રી), અમદાવાદઃ ૯૧ વર્ષનાં સુશિલાબેનને તા. ૨૯મી મેના રોજ હાર્ટ એટેકનો ભોગ બનતાં એક ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે દાખલ કરાયાં હતાં. તેમના શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી રહી હતી. તેમને ફ્લેશપલ્મોનરી ઈડીમા હોવાનુ પણ જણાયુ હતું. આ એક એવી સ્થિતિ છે કે જે ફેફસાંમાં અતિશય પ્રવાહીને કારણે તથા કોરોના  ખ્ય્ઝ્રલ્ની શરૂઆતની સ્થિતિમાં જોવા મળે છે.બીજા દિવસે તેમને કોવિડ-૧૯નાં પોઝિટિવ લક્ષણો જોવા મળતાં સિમ્સ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઉંમર એ માત્ર સંખ્યા છે.

સિમ્સ હોસ્પિટલખાતે ક્રિટિકલ કેર ફિઝિશ્યન અને એડલ્ટ આઈસીયુના ઈનચાર્જ ડો.ભાગ્યેશ શાહ જણાવે છે કે  તેમને જ્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યાં ત્યારે તેમનુ બ્લડપ્રેશર અસ્થિર હતુ અને વધુ ઓકિસજન આપવાની જરૂર જણાઈ હતી. કોરોનાની સારવાર આપવાની સાથે સાથે અમને એન્જીયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરવાની પણ તજવીજ હાથ ધરાઈ હતી.હોસ્પિટલમાં દાખલ કરાયા પછી બે દિવસે એટલે કે તા. ૧ જૂનના રોજ સિનિયર કાર્ડિયોલોજીસ્ટ ડો. કેયુર પરીખ અને ડો. વિનીત સાંખલાએ કોરોનાનીસારવાર ચાલુ હતી ત્યારે ઉંમરનુ અને કોવિડનું જોખમ હોવા છતાં સુશીલાબેનની હૃદયની નસની એન્જીયોપ્લાસ્ટી કરી અને સફળતાપૂર્વક સ્ટેન્ટ મુકયુ  હતું.આ પ્રક્રિયા પછી તેમનુ બ્લડ પ્રેશર સામાન્ય થયુ હતું  અને સંપૂર્ણ સાજા થતાં તેમને તા. ૭ જૂનના રોજ રજા આપવામાં આવી હતી.

ડો.શાહ જણાવે છે કે ૯૦ થી વધુ વર્ષની ઉંમરે અને તે પણ કોરોના પોઝિટિવ હોય ત્યારે દર્દીને એન્જીયોપ્લાસ્ટી કરી સ્ટેન્ટ મુકવામાં આવે તેવા કિસ્સા ભાગ્યે જ બનતા હોય છે આવા કિસ્સામાં દર્દી ખાસ હરી-ફરી શકતુ નથી અને એન્જીયોપ્લાસ્ટી કરી શકાય તેવી સ્થિતિ હોતી જ નથી. ઘણા કિસ્સામાં પરિવાર શસ્ત્રક્રિયા કરાવવાનો વિરોધ કરે છે. આમ છતાં પણ સુશીલાબેન આ ઉંમરે  હજુ પણ સક્રિય છે અને મજબૂત ઈચ્છાશકિત ધરાવે છે. તેમના હકારાત્મક અભિગમે તેમના સાજા થવામાં મહત્વની ભૂમિકા બજાવી છે.

(3:44 pm IST)