ગુજરાત
News of Monday, 14th June 2021

તામિલનાડુ કૃષ્ણાગિરિમાં સદીના સૌથી મોટા મહાયજ્ઞનું આયોજન

દેશપર આવી પડેલી આફતના નિવારણ માટે : ૧૦૮ પંડિતો દ્વારા મહાઅનુષ્ઠાનઃ મહાલક્ષ્મી કુબેર મંત્રોથી ૧ કરોડ કુમ કુમ પૂજન,૧૦ લાખ હવનની આહુતિ

(કેતન ખત્રી) અમદાવાદઃ છેલ્લાં એક વર્ષથી આપણો દેશ વિનાશકારી આફતોનો સામનો કરી રહ્યો છે અને હવે આ આફતોએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. તેમાંથી મુકિત મેળવવા માટે સરકારથી માંડીને સામાન્ય જનતા સુધી સૌ કોઈ પ્રયાસરત છે. આપણે સૌ ઇચ્છીએ છીએ કે, દેશ સમૃદ્ધ, સુરક્ષિત અને સ્વસ્થ બને, દેશના વાતાવરણમાં ફેલાયેલી અશુદ્ધિઓ દૂર થાય અને ભારતવાસીઓ શાંતિથી પોતાનો જીવનનિર્વાહ કરી શકે. આ ઉદ્દેશ્યને બર લાવવા માટે રાષ્ટ્રસંત શ્રી વસંત વિજયજી મહારાજના પાવન સાનિધ્યમાં શ્રી વિશ્વશાંતિ તેમજ મહાલક્ષ્મી કુબેર અર્થ ધર્મ સમૃદ્ધિ કળશ અનુષ્ઠાન કરવામાં આવી રહ્યું છે.

ચેન્નઈથી ૨૬૫ કિલોમીટર તેમજ બેંગ્લોરથી ૯૦ કિલોમીટર દૂર આવેલ માઁ પદ્માવતીની દિવ્ય કૃપા અને ઊર્જાથી ઓતપ્રોત 'શ્રી પાર્શ્વ પદ્માવતી શકિતપીઠ તીર્થધામ'ખાતે ૪૦,૦૦૦ વર્ગફૂટના વિશાળ યજ્ઞમંડપમાં ૧૦૮ પ્રકાંડ પંડિત દ્વારા આ મહાઅનુષ્ઠાનનું આયોજન થશે.આપના જીવનને સુખ, સમૃદ્ધિ, સ્વાસ્થ્ય અને સુરક્ષાથી ભરવા માટે માઁ મહાલક્ષ્મીજીની અતિ વિશાળ પ્રતિમા સમક્ષપીપળાના પાન અને નાળિયેલયુકત પીત્તળના બનેલા ૬ લીટરના ૫૦૦૦ કુંભને અભિમંત્રિત કરવામાં આવશે. ઘરને સ્વર્ગ બનાવનારા આ દિવ્ય કળશોને મહાલક્ષ્મી કુબેર મંત્રોથી ૧ કરોડ કુમકુમ પૂજન, ૧૦ લાખ હવન આહુતિ અને ૨૫ લાખ ધન્વંતરિ કુબેર જાપ દ્વારા સિદ્ધ કરવામાં આવશે.

જનભાગીદારી વડે થનારા આ મહાયજ્ઞમાં લગભગ ૧૦ હજાર કિલો સફેદ ચંદન, લાલ ચંદન, પીળા ચંદન, ૫૦ કિલોથી વધુ કેસર, દેવદાર, અગર, તગર, આંબાની લાકડીઓ, ૧૦ હજાર કિલો વિવિધ ઔષધિઓ અને ૨ હજાર કિલો ગાયના શુદ્ધ દેશી ઘીને હોમવામાં આવશે.કળશની મેળવવા માટે 'વહેલા તે પહેલા'ના ધોરણે નિઃસ્વાર્થ ભાવથી ખર્ચના મૂલ્ય મુજબ આ કુંભ ફકત પ્રથમ આવનારા ૫૦૦૦ શાકાહારી પરિવારને જ આપવામાં આવશે.

(3:44 pm IST)