ગુજરાત
News of Thursday, 14th June 2018

કોંગ્રેસમા સિનીયર નેતાઓની અવગણના થઇ રહી છેઃ રાજીવ સાતવ સમક્ષ રોષ ઠાલવતા કુંવરજીભાઇ બાવળીયા

એક તરફ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી જીતવા તમામ પક્ષો તૈયારીઓમાં લાગી ગયા છે. પણ ગુજરાત કોંગ્રેસમાં વિવાદ ઉભો થયો છે.

અવગણનાના પગલે સિનિયર નેતાઓ નારાજ થયા છે. ગુજરાત કોંગ્રેસના કદદાવર નેતા કુંવરજી બાવળીયાએ તેમનો રોષ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ સમક્ષ ઠાલવ્યો છે. કુંવરજી બાવળીયાએ રજૂઆત કરી છે કે પાર્ટીમાં સિનિયર નેતાઓની અવગણના થઇ રહી છે.

(7:13 pm IST)