ગુજરાત
News of Thursday, 14th June 2018

બનાસકાંઠાના થરાદ-ડીસા હાઇવે ઉપર જીપ અને ટ્રક વચ્ચે ટક્કરઃ પિતા-પુત્રના મોત

બનાસકાંઠાઃ થરાદ-ડીસા હાઈવે પર જીપ પસાર થઇ રહી હતી તે સમયે હાઇવે પરથી બેફામ રીતે પસાર થઇ રહેલા એક આઇસર ટેમ્પોએ જીપને ટક્કર મારી હતી. જેને લઇ જીપનો કચ્ચરઘાણ થઇ ગયો હતો..જેને કારણે જીપમા સવાર પિતા-પુત્રના કમકમાટી ભર્યા મોત નિપજ્યા છે.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગાડી નંબરના આધારે પોલીસે ફરાર આઇસર ચાલક સુધી પહોંચવા સહિત આગળની કાર્યવાહી હાથ ધરી છે..

(6:31 pm IST)