ઝાલોદ તાલુકાના મઘાનીસરમાં એક મકાન અને બે વાહન માંથી પોલીસે 18.62 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એકની ધરપકડ કરી
ઝાલોદ: તાલુકાના મઘાનીસર ગામે એક મકાન અને બે વાહનમાંથી ઇંગ્લીશ દારૃની ૧૯૮ પેટી તથા અન્ય છૂૂટી ઈંગ્લીશ દારૃની બોટલો રૃપિયા ૧૦,૧૨,૨૦૦ અને બે વાહનો રૃપિયા ૮૫૦૦૦૦ મળી કુલ ૧૮૬૨.૨૦૦ રૃપિયાનો મુદ્દામાલ બાતમી આધારે વિજિલન્સ પોલીસ ગાંધીનગરે ઝડપી એક વાહન ચાલકને ઝડપી પાડયો હતો. જ્યારે પોલીસને જોઈને બુટલેગર નાસી છૂટયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર મઘનીસર ગામે ઈંગ્લીશ દારૃની ગાડી ખાલી કરી અને વાહનમાં માલ સપ્લાય થવાની બાતમી વિજીલન્સ પોલીસ ગાંધીનગરને મળી હતી. પોલીસ સ્ટાફે મઘાનીસર ગામ પાસે કોતર. નજીક એક મકાનમાં રેડ કરતા મકાન પાસે આઈસર ટેમ્પા માંથી ઈંગ્લીશ દારૃ ખાલી થતો હતો. જ્યારે નજીકમાં ઉભેલી એક વેગન આર માં ઈંગ્લીશ દારૃ ભરાતો હતો. પોલીસે બે વાહન અને મકાન માંથી કુલ ૧૯૮ રોયલબ્લુ ઈંગ્લીશ દારૃની પેટીઓ બોટલો મળી કુલ રૃપિયા ૧૦,૧૨,૨૦૦નો દારૃ જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે આઈસર ટેમ્પો વેગન આર મળી કુલ ૧૮૬૨૨૦૦નો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસની રેડ દરમ્યાન વેગનઆરના ચાલક વિનોદ વિરસિંગભાઈ બારીયા ઝડપાઈ ગયો હતો.