ગુજરાત
News of Thursday, 14th June 2018

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી 348 કિલો ગૌમાંસનો જથ્થો ઝડપ્યો

વડોદરા: શહેરના નવાયાર્ડ વિસ્તારમાં ડી-કેબિન પાસે આવેલા ખાટકીવાડમાં  સવારે પોલીસે દરોડા પાડી ૩૪૮ કિલો ગૈમાંસનો જથ્થો તેમજ ગાયના અંગો ઝડપી પાડયા હતા. પવિત્ર અધિક માસમાં ગાયના કતલ કરી તેના માંસનું વેચાણ થતું હોવાની વાતે સમગ્ર વિસ્તારમાં ઉશ્કેરાટ ફેલાતા પોલીસને  સમગ્ર વિસ્તારમાં બંદોબસ્ત રાખવાની ફરજ પડી હતી. આ બનાવમાં સંડોવાયેલા ફરાર બે ખાટકીઓની પોલીસે શોધખોળ શરૃ કરી છે. ગઈકાલે બુધવારે નવાયાર્ડના ડી-કેબિન પાસે લોકો-શેડ નજીક આવેલા ખાટકીવાડમાં ગાયની કતલ કરવામાં આવી હોવાની જીવદયા કાર્યકરોએ પોલીસ કન્ટ્રોલ રૃમમાં જાણ કરી હતી. આ બનાવની જાણ થતાં જ ડીસીપી મનીષસીંગ તેમજ એસીપી દેસાઈ અને ફતેગંજ પોલીસ મથકના કાફલાએ વહેલી સવારથી ખાટકીવાડમાં તપાસ શરૃ કરી હતી. પોલીસ કાફલાના જોતા જ આ વિસ્તારમાં ઉત્તેજના મચી હતી અને આ વિસ્તારમાં મટનની દુકાન ધરાવતા ખાટકીઓ પણ ભુર્ગભમાં ઉતરી ગયા હતા.

(5:55 pm IST)