ગુજરાત
News of Thursday, 14th June 2018

ખંભાત તાલુકાના દહેડામાં અગાઉના ઝઘડાની અદાવતમાં માથામાં ધારિયું મારી હત્યાનો પ્રયાસ

ખંભાત:તાલુકાના દહેડા ગામે અગાઉ થયેલા ઝઘડામાં ભાગ ભજવવા બદલ એકને માથામાં ધારીયુ તેમજ લાકડીથી માર મારીને ગંભીર ઈજાઓ પહોંચાડતા અંગે ખંભાત રૂરલ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર દહેડા ગામે રહેતા હર્ષદભાઈ ભીમજીભાઈ રાઠોડ આજે બપોરના ત્રણેક વાગ્યાના સુમારે ગામમાં જતા હતા ત્યારે મકુેશભાઈ વીરસંગભાઈ રાઠોડ તથા વીરસંગભાઈ શીવાભાઈ રાઠોડ ધારીયુ અને લાકડી લઈને આવી ચઢ્યા હતા અને મુકેશે જણાવ્યું હતુ કે, અમારે અગાઉ ઝઘડો થયો હતો જેમાં તે સામાવાળા પક્ષે સાથ આપ્યો હતો તેમ જણાવીને ગમે તેવી ગાળો બોલીને માથામાં ધારીયું મારી દીધું હતુ જ્યારે વીરસંગભાઈને લાકડીઓથી માર માર્યો હતો
ગંભીર રીતે ઘવાયેલા હર્ષદભાઈને સારવાર માટે ખંભાતની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા.

(5:54 pm IST)