ગુજરાત
News of Thursday, 14th June 2018

બોરસદના કસારી પાટિયા નજીક પોલીસે દરોડા પાડી બે શખ્સોને કેમિકલયુક્ત તાડી બનાવતા ઝડપ્યા

બોરસદ: શહેર પોલીસે આજે સવારના સુમારે કસારી પાટીયા પાસે દરોડો પાડીને બે શખ્સોને કેમીકલયુક્ત તાડી બનાવવાની સમગ્ર સાથે બે શખ્સોને ઝડપી પાડીને કુલ .૦૧ લાખનો મુદ્દામાલ જપ્ત કરીને સપ્લાય કરનાર સહિત ત્રણ વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ શહેર પોલીસે મળેલી હકિકતને આધારે કંસારી પાટીયા પાસે વોચ ગોઠવીને એક બાઈક નંબર જીજે-૨૩, બીક્યુ-૨૬૮૪ને અટકાવીને તલાસી લેતાં સફેદ દાણદાર પદાર્થ તથા લીટર કેમીકલયુક્ત તાડી મળી આવી હતી જેથી ચાલકનું નામઠામ પુછતાં તે મુળ આન્દ્રપ્રદેશનો પરંતુ હાલમાં બોચાસણ લાંબી સીમ મોચનપુરા વિસ્તારમાં રહેતો અભિષેકર સાઈદુલુ તાન્ડા હોવાનું ખુલવા પામ્યું હતુ. સફેદ દાણા અંગે પુછપરછ કરતાં તેના મામા રમેશ કાશ્યા રાચકોન્ડા (રે. બોચાસણ)પોતાના મકાનમાં મુકી રાખે છે અને બાઈક પર હુ આણંદ જિલ્લાના જુદા-જુદા વિસ્તારોમાં દાણાદાર પદાર્થ તથા તાડી આપવા માટે જાઉ છુ તેવી કબુલાત કરી હતી જેથી પોલીસે બોચાસણ મોચનપુરા વિસ્તારમાં આવેલા મકાનમાં છાપો મારતાં રેણુકાબેન રમેશભાઈ કાશ્યા મળી આવી હતી. મકાનના પાછળના ભાગે પ્લાસ્ટીકની મોટી કોથળીઓ દોરાથી સિવેલી મળી આવી હતી. તથા તાડી બનાવવાના બીજા પાવડર, મોબાઈલ ફોન, રોકડા ૩૨૦૦ વગેરે મળી આવ્યું હતુ

(5:54 pm IST)