ગુજરાત
News of Thursday, 14th June 2018

બીટ કોઇન્સમાં બીઝી હોવા છતા સીઆઇડી બાળકોનો વાલીઓ સાથે ભેટો કરાવવાના કાર્યમાં આળશ કર્યા વગર સ્ફુર્તીથી આગળ વધે છે

૩ વર્ષથી ગૂમ બાળકનો પત્તો મેળવવા પિતાએ રિક્ષા પણ વેચી નાખી હતી

રાજકોટ, તા., ૧૪: : સીઆઇડી ક્રાઇમ હસ્તક બીટ કોઇન્સ પ્રકરણ-૧-ર અને ૩ ની તપાસની સાથોસાથ સૌરાષ્ટ્ર-ગુજરાતની અનેક  ચીટર કંપનીઓની તપાસને કારણે ભારે વ્યસ્તતા વચ્ચે સીઆઇડી માનવતાના કાર્યને પ્રાથમીકતા આળશ કર્યા વગર આપી રહી છે. જે માટે સીઆઇડીના વડા આશિષ ભાટીયાનું માર્ગદર્શન અને શીખ જવાબદાર છે.

 સુરતના અમરોલી પંથકમાંથી ૩ વર્ષ પહેલા ગૂમ થયેલ બાળકનો પિતા દ્વારા અનેક પ્રયાસો છતાં બાળક મળી આવ્યું ન હતું. પોતાના બાળક માટે સાવ સાધારણ આવક ધરાવતા  પિયુષભાઇ પોતાની આજીવીકાની રિક્ષા પણ વેચી નાખી હતી.

દરમિયાન આશિષ ભાટીયાના ધ્યાને આ વાત આવતા તેમણે સીઆઇડીના તમામ યુનીટોને આવા સાધારણ સ્થિતિના પરીવારના બાળકને શોધવા કામે લગાડયા હતા. આખરે બાળકનો પત્તો સીઆઇડીએ વિશાખા પટ્ટનમથી લગાડયો હતો. જેમાં રાજકોટના સીઆઇડીના મિસીંગ સેલે મહત્વની કામગીરી બજાવી હતી.  બાળ સુરક્ષા એકમે પણ બાળકનો પત્તો લાગતા આંધ્ર ખાતે ટીમ મોકલી હતી. આમ ૩ વર્ષ બાદ બાળકનું પિતા સાથે મિલન થાય તેવા દિવસ દુર નથી.

(4:11 pm IST)