ગુજરાત
News of Thursday, 14th June 2018

સિંહોના અપમૃત્યુની સુઓમોટોમાં સરકાર સોગંદનામું રજૂ કરેઃ હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ તા. ૧૪ :.. સિંહો માટે જાણીતા ગુજરાતના ગીર વિસ્તારમાં અકાળે જ મૃત્યુ પામતાં સિંહોના મામલે હાઇકોર્ટે સુઓમોટો કાર્યવાહી હાથ ધરીને જાહેરહિતની અરજી કરી છે.

આ અરજીમાં હાઇકોર્ટના ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજય સરકારને વિસ્તૃત સોગંદનામું કરીને સ્પષ્ટતા કરવાનો આદેશ કર્યો છે. આ વિસ્તારમાં કેટલા કૂવા આવેલા છે અને કયાં કયાં ફેન્સિંગ કરેલું છે ? કેટલું ફેન્સિંગનું કામ બાકી છે.

જેવા તમામ મુદ્ે સ્પષ્ટતા કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ કેસની વધુ સુનાવણી ર૭મી જૂનના રોજ હાથ ધરવામાં આવશે. રીટમાં એવી હકિકત સામે આવી છે કે છેલ્લા બે વર્ષમાં ૧૮૪ સિંહો મૃત્યુ પામ્યા છે અને તે પૈકીના મોટાભાગના સિંહોના મોત કુદરતી નહોતાં. (પ-૧૬)

 

(11:54 am IST)