ગુજરાત
News of Thursday, 14th June 2018

ઈતર પ્રવૃતિઓની ફી માટે શાળાઓ ફરજ પાડી શકે નહીં સરકારે ખાનગી સ્કૂલ સંચાલકોની ફોર્મ્યુલા ફગાવી દીધી

જો શાળાએ ઈત્તર પ્રવૃત્તીઓની ફી લેવી હોય તો, સરકારનું ધ્યાન દોરવું પડશે;યુપી ફોર્મ્યુલા નહીં ચાલે

અમદાવાદ ;રાજ્યમાં ખાનગી સ્કૂલો દ્વારા શાળાની ફી મામલો હજુ શાંત થયો નથી તેવામાં ખાનગી સ્કૂલ સંચાલકો દ્વારા સ્કૂલ ફીની સાથે ઈત્તર પ્રવૃતિના નામે તગડી ફી વસુલવામાં આવતી હોય છે.ત્યારે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે સરકારેનક્કી કર્યું છે કે, ઈત્તર પ્રવૃતીઓને લઈ શાળાઓ વિદ્યાર્થી કે વાલીને ફરજ પાડી શકે.નહીં 

  મળતી માહિતી મુજબ, શિક્ષણ વિભાગ દ્વારા સ્કુલમાં ચાલતી ઈત્તર પ્રવૃતીને લઈ મહત્વનો નિર્ણય લઈને શાળા સંચાલકો દ્વારા આપવામાં આવેલ ફોર્મ્યૂલાને ફગાવી દેવાનો નિર્ણય લીધો છે. સરકારે ખાનગી સંચાલકો દ્વારા યુપી પેટર્નની ફોર્મ્યૂલા રજૂ કરી કરી હતી, પરંતુ સરકારે નિર્ણય કર્યો છે કે, ગુજરાતમાં નહીં ચાલે યુપીની ફોર્મ્યૂલા.

   સરકારે નક્કી કર્યું છે કે, ઈત્તર પ્રવૃત્તી અંગે શાળો વિદ્યાર્થી-વાલીને કોઈ ફરજ નહીં પાડી શકે. જો શાળાએ ઈત્તર પ્રવૃત્તીઓની ફી લેવી હોય તો, સરકારને તે મુદ્દે ધ્યાન દોરવું પડશે. સરકાર નિર્ણય લેશે ત્યારબાદ શાળા રીતની ફી લાગુ કરી શકશે. શિક્ષણ વિભાગ દ્વારા મુદ્દે ફોર્મ્યૂલા તૈયાર કરી દેવામાં આવી છે. શિક્ષણ સચિવ આવતીકાલે ફોર્મ્યૂલાનો રિપોર્ટ સરકારને સોંપશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રિમ કોર્ટમાં મુદ્દે 2 જુલાઈએ મુદ્દત છે. સુપ્રિમ કોર્ટે અગાઉના ચુકાદામાં સરકારને આદેશ કર્યો હતો કે, સરકાર અગામી સુનાવણી સુધીમાં નિશ્ચિત ફોર્મ્યૂલા સુપ્રિમ કોર્ટમાં રજૂ કરે.

(11:39 pm IST)