વિદ્યાર્થીઓને કારણ વગર લિવિંગ સર્ટિફિકેટ આપી દેનાર શાળા સામે પોલીસ કાર્યવાહી
અમદાવાદ ;વિદ્યાર્થીઓને કોઈપણ કારણ વગર લિવિંગ સર્ટિફિકેટ આપી દેનાર શાળાઓ સામે પોલીસ કાર્યવાહી થશે. આ અંગે રાજ્ય બાળ અધિકાર આયોગે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. જે બાદ ગુજરાત ચાઈલ્ડ પ્રોટેક્શન કાઉન્સીલ પોલીસમાં કાર્યવાહી કરી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્યની 9 શાળાઓએ કોઇપણ કારણ વિના લિવિંગ સર્ટીફિકેટ આપી દીધા હતા.એલસી આપનાર શાળાના ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરીયાદ થશે. અમદાવાદ, સુરત અને વડોદરાની સ્કૂલો સામે આ સમગ્ર મામલે કાર્યવાહી થશે. જેમાં અમદાવાદની આર.પી. વસાણી અને DPS સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.તો અમદાવાદની ડીવાઈન લાઈફ સ્કૂલ સામે કાર્યવાહી કરાશે.
આ ઉપરાંત વડોદરાની તેજશ વિદ્યાલય તેમજ સુરતની પણ 4 સ્કૂલો એલ.પી સવાણી. રેડીયન્ટ ઈન્ટરનેશનલ, તેમજ સુરતની DPS અને એસ્સાર ઈન્ટરનેશનલ સામે પણ કાર્યવાહી થશે.આ તમામ સ્કુલો સામે જુવેનિઅલ જસ્ટીસ એક્ટની કલમ 75 મુજબ કાર્યવાહી કરાશે