ગુજરાત
News of Thursday, 14th June 2018

સુરતમાં આઠ વર્ષની બાળાને અશ્લીલ વિડીયો બતાવી આધેડે આચર્યું દુષ્કર્મ

રાંદેર વિસ્તારમાં બનાવ : આધેડની ધરપકડ :છેલ્લા આઠ મહિનાથી બાળા તેના ઘરે જતી હતી

સુરતમાં આઠ વર્ષની બાળાને અશ્લીલ વિડીયો બતાવી આધેડે દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે આધેડની ધરપકડ કરી છે અને મેડિકલ તપાસ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.આરોપી બાળકીને ડ્રોઈંગ શીખવાડવાને બહાને બોલવતો હતો.

  વધુમાં મળતી વિગત મુજબ રાંદેર વિસ્તારમાં રહેતા 53 વર્ષના વિનોદચંદ્ર રણછોડલાલ ઉપાધ્યાય અવાર નવાર ડ્રોઈંગ શીખવવાના બહાને બાળાને બોલાવતો હતા. છેલ્લા આઠ મહિનાથી બાળા તેના ઘરે જતી હતી અને આધેડ બાળાને ચોકલેટ, આલુપુરી અને વડાંપાઉ ખવડાવવાની લાલચ આપી અશ્લીલ વીડિયો બતાવી બાળકી સાથે દુષ્કર્મ આચર્તો હતો

(7:37 pm IST)