ગુજરાત
News of Wednesday, 13th June 2018

ચોમાસા દરમ્યાન વલસાડમાં વેપારીઓને અનાજનો મર્યાદિત જથ્થો રાખવાની સૂચના

વલસાડ:માં ચોમાસા દરમિયાન દર બીજા કે ત્રીજા વર્ષે છીપવાડ દાણાબજારમાં પૂર આવે છે. જેના કારણે અહીંના દાણા બજારમાં કરેલો કરોડો રુપિયાનો અનાજનો સ્ટોક નાશ પામે છે. ત્યારે આ ચોમાસામાં આવું નુકશાન ન જાય એ માટે વલસાડ પુરવઠા અધિકારીએ દાણા બજારના વેપારીઓ સાથે એક બેઠક કરી સ્ટોક મર્યાદિત રાખવા સૂચન કર્યું હતું. વલસાડના છીપવાડનું દાણા બજાર નીચાણ વાળા વિસ્તારમાં આવેલું છે. અહીં દર બીજા કે ત્રીજા વર્ષે ભારે વરસાદને લઇ રેલ આવે છે. જેના કારણે છીપવાડના હોલસેલ અનાજના વેપારીઓની દુકાનમાં ભરેલા અનાજનો જથ્થો નષ્ટ પામતો હોય છે. અહીં દર વર્ષે રેલનો ખતરો હોવા છતાં વેપારીઓ દ્વારા કરોડો રુપિયાનું અનાજ સંગ્રહી રાખવામાં આવે છે. જેને લઇ પુરવઠા અધિકારીએ આ વર્ષે વેપારીઓને અનાજનો જથ્થો મર્યાદિત રાખવાની સૂચના આપી છે. જેના કારણે ભારે વરસાદમાં રેલ આવે તો નુકશાની ઓછી થઇ શકે.
 

(6:02 pm IST)