ગુજરાત
News of Wednesday, 13th June 2018

બોડેલી પંથકમાં શર્મસાર કરતો કિસ્સો: ચાર માસૂમ બાળકી ઉપર 15 વર્ષના સગીરે ગુજાર્યો બળાત્કાર

બોડેલી તાલુકાના એક ગામમાં શર્મસાર કરનારી ઘટના સામે આવી છે. ૪ વર્ષ ૧૧ મહિનાની માસૂમ બાળકી ઉપર ૧૫ વર્ષના સગીરે બળાત્કાર ગુજાર્યો છે.મળતી વિગત મુજબ બોડેલી તાલુકાના એક ગામમાં માસૂમ બાળકીને પાડોશમા રહેતા સગીર વયના છોકરાએ કેરી ખવડાવવા લઈ જવાનું કહી ખેતરમાં લઈ ગયો અને એકલતાનો લાભ લઈ માસૂમ બાળકી સાથે બળાત્કાર ગુજાર્યો.

બાળકી જ્યારે ઘરે આવી અને તેણે પેશાબમાં બળતરા થતી હોવાનું કહી માતાપિતા સામે રડવા લાગી ત્યારે પરિવારજનો બાળકીને દવાખાને લઈ ગયા તો ડૉકટરે તપાસ કરી જણાવ્યું કે બાળકી સાથે દુષ્કર્મ થયું છે.જેથી માતાપિતાએ બોડેલી પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધી તાત્કાલિક ૧૫ વર્ષના સગીરને ઝડપી પાડ્યો છે. હાલ ચકચાર મચાવનાર બનાવને પગલે પંથકમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

(1:45 pm IST)