વડોદરા: લંપટ તબીબ સહીત તોડબાજ ટોળકીએ પણ મહિલાને શિકાર બનાવી : પૈસા પણ પડાવ્યા
વડોદરા :તાલુકાના અનગઢ ખાતે ડોક્ટરની કામલીલાના વધુ ખુલાસા થઇ રહ્યાં છે પોલીસે કમ્પાઉન્ડર અને વીડિયો વાયરલ કરવામાં સામેલ તેના બે સાગરિતની ધરપકડ કરી છે. પોલીસે ત્રણેયને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે કમ્પાઉન્ડરને છ દિવસના રિમાન્ડ મંજૂરી કર્યા હતા તેમજ તેના બે આરોપીને જેલમાં મોકલી દેવાનો આદેશ આપ્યો હતો.દરમિયાન એવી પણ ચર્ચા થઈ રહી છે કે ડોક્ટર પાસેથી તોડ કરવામાં નિષ્ફળ રહેલા કમ્પાઉન્ડરે આ વીડિયો તેના મિત્રોને આપી દીધા હતા. આ વીડિયો હાથમાં આવ્યા બાદ આ ચારેય લોકોએ ડોક્ટરના શોષણનો ભોગ બનેલી એક મહિલાને પોતાના તાબે થવા કહ્યું હતું. જોકે, મહિલાએ આવું ન કરતા વીડિયો વાયરલ કરી દેવામાં આવ્યા હતા. એવી પણ ચર્ચા છે કે વીડિયો ક્લિપિંગ બતાવ્યા બાદ એક મહિલા તેમના તાબે થઈ હતી. ટોળકીએ પીડિત મહિલાના પરિવાર પાસેથી પણ પૈસા પડાવ્યાની ચર્ચા થઈ રહી છે.