ગુજરાત
News of Wednesday, 13th June 2018

અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેનો ઐતિહાસિક હુકમ : એક દિ'માં ૧૭૬ કેસોનો નિકાલ ૩૭૦૦ કરોડની મિલ્કતો ટોચમાં લેવાશે

રોટોમેક - ગ્લોબલ - કંડલા એનર્જી એન્ડ કેમીકલ - મેકસ સિગનેસ - ગ્રીનલેન્ડ ઈન્ફ્રાકોન - હિમાલયા દર્શનની જ ૨૩૦૦ કરોડની મીલકતો

અમદાવાદ તા.૧૩ : અમદાવાદ કલેકટર વિક્રાંત પાંડેએ સપાટો બોલાવી સરફેસી એકટ હેઠળના ૪૦૦ કેસોની સુનવણી  જુદા જુદા ૧૭૬ કેસનો નિકાલ કરી ૧૭૬ કેસો અંતર્ગત ૩૭૭૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાનઆ આદેશ કર્યા હતા. આમ વિવિધ બેંકો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધા બાદ હપ્તા ન ભરનારા બાકીદારોની રૂ. ૩૭૭૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાશે જેથી બેંકોને રૂ. ૩૭૭૦ કરોડની રિ-કવરી મળશે. અમદાવાદ  કલેકટરે આખરી સુનવણી  કરી મેસર્સ રોટોમેક ગ્લોબલ પ્રા.લી.ની રૂ. પ૨૯.૨૫ કરોડ , મે. કંડલા  એનર્જી એન્ડ કેમિકલ લી.ની ૩૭૬.૫૮ કરોડ, મે. મેકસ સિગનેસ ઈન્ઙ પ્રા.લી ની રૂ. ૫૫૬.૭૭ કરોડ  અને મે. હિમાલયા દર્શન કો. ઓ.હા. સોસાયટીની રૂ. ૫૨૩.૬૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાનો આદેશ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લા કલેકટર કચેરીમાં પહેલીવાર એવુ બન્યુ છે કે સરફેસી એકટના ૧૭૬ કેસનો એક જ દિવસમાં નિકાલ કરવામાં આવ્યો. હોય અને એક સાથે રૂ.૩૭૭૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાનો આદેશ કરાયાની પ્રથમ ઘટના છે.

અમદાવાદ કલેકટર કચેરી ખાતે કલેકટર દ્વારા સિકયુરીટાઇઝેશન એન્ડ રી-કન્ટ્રકશન  ઓફ ફાઇનાન્સીયલ એસ્ટેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરીટી ઈન્ટરેસ્ટ એકટ (સરફેસી) એકટ ૨૦૦૨ની કલમ ૧૪ હેઠળના કેસોની સુનવણી હાથ ધરવામા આવી હતી જેમા મોડી રાતે આઠ વાગ્યા સુધી સુનવણી ચાલી હતી. જેમા ૧૭૬ કેસમાં રૂ.૩૭૭૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાનો આદેશ કરાયો છે.  રાષ્ટ્રિયકૃત ખાનગી બેંકો પાસેથી વિવિધ પ્રકારની લોન લીધા બાદ જે અરજદારો તે ભરવામાં અક્ષમ નીવડે છે તે અંગે તેમની મિલકત ટાંચમાં લેવા માટે બેંકો દ્વારા કલેકટર કચેરીમાં કાયદા અન્વયે કેસ કરવામાં આવે છે જેમા કલેકટર સુનવણી કર્યા બાદ મિલકત ટાંકમાં લેવા અંગે નિર્ણય લેવાય છે. જેમા ૨૦૧૫થી ૨૦૧૮ સુધીના  ૬૭૦૦ કરોડની મિલકતનો અંગે થયેલા ૪૦૦ જેટલા કેસની આખરી સુનવણી રાખવામાં આવી હતી. ૩૭૭૦ કરોડની મિલકતો  ટાંચમાં લેવાનો ઓર્ડર કરાયો હતો. અન્ય ૨૨૪ કેસોની સુનવણી આગામી સપ્તાહે કરવામાં આવશે દરમિયાન અમદાવાદ જિલ્લા કલેકટર વિક્રાંત પાંડેએ જણાવ્યુ હતુ કે 'સિકયુરીટાઇઝેશન એન્ડ રી-કન્ટ્રકશન  ઓફ ફાઇનાન્સીયલ એસ્ટેટ એન્ડ એન્ફોર્સમેન્ટ ઓફ સિકયુરીટી ઈન્ટરેસ્ટ એકટ (સરફેસી) એકટ ૨૦૦૨ની કલમ ૧૪ હેઠળના ૪૦૦ કેસોની સુનાવણી હાથ ધરાઇ હતી જેમા ૧૭૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમા રૂ.૩૭૭૦ કરોડની મિલકતો ટાંચમાં લેવાશે જેથી ૩૭૭૦ કરોડ રૂપિયા રિ-કવર કરી શકાશે'. (૧૭.૩)

(11:43 am IST)