ગુજરાત
News of Wednesday, 13th June 2018

રિસામણે બેઠેલી પત્નીને તેડવા જવા છતાં પરત નહિ આવતા પતિનો ઝેરી દવા પી આપઘાત

પોશીના પોશીના દંત્રાલ(કાળીદેવી)માં પત્નીના વિયોગમાં પતિએ વખ ઘોળ્યું

પોશી તાલુકાના દંત્રાલ(કાળીદેવી)માં રીસામણે બેઠેલી પત્નિને તેડવા જવા છતાં પરત ન આવતાં પતિએ ઝેરી દવા પી આપઘાત કર્યો છે

 આ અંગેની વિગત મુજબ પોશી તાલુકાના દંત્રાલમાં શ્રવણભાઈ ડાભીના પત્નિ છેલ્લા કેટલાક સમયથી રીસાઈને પિયર ચાલ્યાં ગયાં હોવાથી પતિએ અનેકવાર તેમને તેડવા માટે ગયા હતા અને છતાં પત્નિ પતિના ઘરે પરત ન આવતાં વ્યથિત પતિને મનમાં લાગી આવ્યું હતું જેમાં તા.૧૧ ના રોજ રીસામણે બેઠેલી પત્નિને પરત લાવવાના પ્રયાસો કરવા છતાં તે પતિના ગૃહે પરત આવતી ન હોવાથી શ્રવણ ડાભીએ પોતાની જાતે જ ઝેરી દવા પી જઈ આત્મહત્યા કરી લીધી હતી

  બનાવ અંગે લેબાભાઈ માવાભાઈ ડાભીની ખબરના આધારે ખેરોજ પોલીસે એડી નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પત્નિના વિયોગમાં પતિએ અકાળે આત્મહત્યાથી જીવન લીલા સંકેલી લેતાં પરિવારમાં શોક છવાયો છે

(8:45 pm IST)