ગુજરાત
News of Wednesday, 13th June 2018

વીજ કંપનીની કચેરીએ અંકલેશ્વર તાલુકાના ચાર ગામના લોકોનું હલ્લાબોલ

કલાકો સુધી વીજકાપથી ગ્રામજનો ત્રાહિમામ :ખેડૂતોને મોટું નુકશાન

અંકલેશ્વરનાં ગ્રામીણ વિસ્તારોમાં વીજ કંપની દ્વારા કલાકો સુધી વીજકાપ મુકી દેવાતાં ગામડાનાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.તાલુકાના ચાર ગામના યુવાનો ગત રાત્રિએથી અંકલેશ્વર સ્થિત વીજ કંપનીની કચેરી ખાતે આવ્યા હતા. સવારે અધિકારી સાથે વાત કરવા માટે માંગણી કરી હતી પરંતુ ઓફિસનો મેઈન ગેટ અંદરથી બંધ કરી બપોરે 3.30 સુધી કોઈ અધિકારીએ યુવાનો સાથે મુલાકાત ન આપતાં આખરે હલ્લો મચાવ્યો હતો.

અંકલેશ્વર તાલુકાના કઠોદરા, મોટવણ, પીલુદરા અને પારડી ગામનાં યુવાનો મોટી સંખ્યામાં ગત રાત્રિએથી જ અંકલેશ્વર સ્થિત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ઓફિસ ખાતે ધસી આવ્યા હતા. આ યુવાનોનો આક્ષેપ છે કે વીજ કંપની દ્વારા ગમે ત્યારે વીજ કાપ મૂકી દેવામાં આવે છે. જેના કારણે લોકો ગરમીમાં પરેશાન થઈ રહ્યા છે. 24 કલાક માથી માંડ 7થી 8 કલાક વીજળી આપવામાં આવતી હોવાથી ખેડૂતોને મોટું નુકશાન થઈ રહ્યું છે.

(8:16 pm IST)